July 21, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં નવો સોલર એનર્જીનો અધ્‍યાય શરૂ થયો: મહાવીર સોલર પેનલ ડિસ્‍ટ્રીબ્‍યુશન બ્રાન્‍ચનો આરંભ

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે ઉદ્દઘાટન : સુરત કોસ્‍મીક પીવી પાવર લી.ની સોલર પેનલ વિતરણ થશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વાપીમાં રવિવારે નવો સોલર એનર્જીનો અધ્‍યાય શરૂ થયો હતો. નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે મહાવીર સોલર એનર્જીસ ડિસ્‍ટ્રીબ્‍યુશન બ્રાન્‍ચનું ઉદ્દઘાટન કરવામાં આવ્‍યું હતું.
આ નવિન સાહસ વાપીના સમાજ સેવી લલીતજી દ્વારા શરૂ કરવામાં આવેલ છે. મોદી સરકારની સોલર એનર્જીને પ્રોત્‍સાહન આપવાની નિતિને ધ્‍યાનમાં રાખી મહાવીર સોલર એનર્જીસનો પ્રારંભ કરાયો છે. જે સુરતની કોસ્‍મીક પાવર લીમીટેડ સોલરપેનલનું વિતરણ કરવામાં આવશે. કંપની ડાયરેક્‍ટર શ્રવણ ગુપ્તાએ જણાવ્‍યું હતું કે, કંપની સોલર પેનલ ઉત્‍પાદનમાં અગ્રેસર છે. 5 હજાર ઘરો અને ઈન્‍ડસ્‍ટ્રીઝમાં પ્રસ્‍થાપિત થઈ ચૂકી છે. સરકારની સબસીડીને કારણે લોકો સોલર પેનલ લગાવી વીજબીલમાં નોંધપાત્ર બચત કરી રહ્યા છે. ઉપસ્‍થિત મહાનુભાવોએ પ્રયાસને બિરદાવી જણાવ્‍યું હતું કે, વાપીને ગ્રીન સીટી બનાવવાના પ્રયાસને શુભેચ્‍છા આપી હતી. હવે વાપી અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં સોલર એનર્જી સિસ્‍ટમ સુલભ બનશે.

Related posts

સંઘપ્રદેશના મુખ્ય વન સંરક્ષક કે. રવિચંદ્રનની બઢતી સાથે અંદામાન નિકોબાર બદલી

vartmanpravah

ધરમપુર સ્‍પે.કોર્ટનો ચુકાદો : પૂત્રી ઉપર વારંવાર દુષ્‍કૃત્‍ય કરી ગર્ભવતી બનાવનાર બાપને આજીવન કેદની સજા ફટકારી

vartmanpravah

દમણ જિલ્લા સહકારી ભંડારના ચેરમેન તરીકે આગેવાન સામાજિક કાર્યકર્તા અને ઊર્જાવાન નેતા હિરેનભાઈ જોષીની સર્વાનુમતે વરણી

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર રૂા.1.10 કરોડનો ચાંદીની પાયલનો જથ્‍થો ભરેલી કાર ઝડપાઈ

vartmanpravah

વાપી કોચરવા ગામના સરપંચે મહિલાઓને ગાળો આપતા સરપંચ વિરૂધ્‍ધ મહિલાઓએ પોલીસ ફરિયાદ નોંધાવી

vartmanpravah

સેલવાસની અથશ્રી સોસાયટીમાં ઈલેક્‍ટ્રીક સ્‍કૂટર ચાર્જમાં મુક્‍યા બાદ આગ લાગતા બળીને ખાખ

vartmanpravah

Leave a Comment