December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

દમણ જિલ્લા સહકારી ભંડારના ચેરમેન તરીકે આગેવાન સામાજિક કાર્યકર્તા અને ઊર્જાવાન નેતા હિરેનભાઈ જોષીની સર્વાનુમતે વરણી

  • વાર્ષિકરૂા.45 કરોડ કરતા વધુનું ટર્ન ઓવર ધરાવતા સહકારી ભંડારના વિકાસ અને વિસ્‍તાર માટે પણ થયેલી મનનીય ચર્ચા-વિચારણાં

  • સહકારી ભંડારના માનદ મંત્રી પદે દમણવાડા ગ્રા.પં.ના સભ્‍ય વિષ્‍ણુ બાબુની પસંદગીઃ ઉપ પ્રમુખ પદે ઈશ્વરભાઈ સોમાભાઈ ટંડેલની નિયુક્‍તિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.29 : શ્રી દમણ જિલ્લા સહકારી ભંડારની નાની દમણના સત્‍ય નારાયણ મંદિર ખાતે માછી મહાજન હોલમાં મળેલી 60મી વાર્ષિક સામાન્‍ય સભા(એજીએમ)માં બોર્ડ ઓફ ડાયરેક્‍ટર્સની રચના કરવામાં આવી હતી અને સર્વાંનુમતે દમણ જિલ્લા સહકારી ભંડારના આગામી ત્રણ વર્ષ માટે ચેરમેન તરીકે યુવા સામાજિક આગેવાન અને ઊર્જાવાન નેતા શ્રી હિરેનભાઈ જોષીની નિયુક્‍તિ કરવામાં આવી હતી. જ્‍યારે સંસ્‍થાના માનદ મંત્રી તરીકે દમણવાડા ગ્રા.પં.ના સભ્‍ય શ્રી વિષ્‍ણુભાઈ બાબુ સોરઠીની પસંદગી કરાઈ હતી. સંસ્‍થાના ઉપ પ્રમુખ પદે શ્રી ઈશ્વરભાઈ સોમાભાઈ ટંડેલને નિયુક્‍ત કરાયા હતા.
વાર્ષિક લગભગ રૂા.45 કરોડ કરતા વધુનું ટર્ન ઓવર કરતા દમણ જિલ્લા સહકારી ભંડાર સમગ્ર દમણમાં અમૂલ દૂધ અને અમૂલના બીજા પ્રોડક્‍ટના મુખ્‍ય ડિસ્‍ટ્રીબ્‍યુટર પણ છે. વિદાઈ લઈ રહેલા નિવર્તમાન ચેરમેન શ્રી ખુશમન ઢીમરે પોતાના કાર્યકાળ દરમિયાન દમણ જિલ્લા સહકારી ભંડારને એક નવી દિશા અને ઓળખઆપવા પોતાના સંનિષ્‍ઠ પ્રયાસો કર્યા હતા.
60મી વાર્ષિક સામાન્‍ય સભામાં દમણ જિલ્લા સહકારી ભંડારના વિકાસ અને વિસ્‍તાર બાબતે મનનીય ચર્ચા-વિચારણાં કરવામાં આવી હતી. આ વાર્ષિક સામાન્‍ય સભામાં નિવર્તમાન ચેરમેન શ્રી ખુશમનભાઈ ઢીમર અને તમામ ડાયરેક્‍ટરો પણ ઉપસ્‍થિત રહ્યા હતા. મોટી સંખ્‍યામાં સભાસદ ભાઈ-બહેનોની હાજરીએ સહકારી ચળવળને વધુ વેગ મળશે એવી આશા પ્રબળી બનાવી હતી. વાર્ષિક સામાન્‍ય સભાના અધ્‍યક્ષ તરીકે શ્રી ધીરૂભાઈ પટેલે સેવા બજાવી હતી અને આભાર વિધિ કરી સભાને સંપન્ન કરવામાં આવી હતી.

Related posts

વાપી રેલવે ફાટકે યાંત્રિક ખામી સર્જાતા માત્ર એક સાઈડનું ફાટક ખુલતા અંધાધૂંધી સર્જાઈ

vartmanpravah

દીવ ખાતે કાળઝાળ ગરમીથી રાહત મેળવવા દરિયામાં ન્હાવાનો લુપ્ત ઉઠાવતા પર્યટકો

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષ સ્‍થાને સુરત ઝોન કક્ષાની ‘‘શ્રી અન્ન” (મિલેટ્‍સ) સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લાની સરકારી કચેરીઓમાં અનઅધિકૃત વ્‍યકિતઓના પ્રવેશ પર પ્રતિબંધ

vartmanpravah

સેલવાસ રિવર ફ્રન્‍ટ પર આવતા પ્રવાસીઓને વેક્‍સીન અપાઈ

vartmanpravah

દાનહના લોકપ્રિય નેતા સ્‍વ. મોહનભાઈ ડેલકરની પ્રથમ પુણ્‍યતિથિના ઉપલક્ષમાં વિશાળ શ્રદ્ધાંજલિ ‘સ્‍મૃતિ સપ્તાહ’નું આયોજન

vartmanpravah

Leave a Comment