September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર વન વિભાગ દ્વારા ગ્રામજનોને જંગલી જાનવરો અને સાપ અંગે પ્રોજેક્‍ટર દ્વારા માહિતી અપાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: ગઈકાલ તા.13/10/2024 ની રાત્રે ધરમપુર તાલુકાના મોટી ઢોલડુંગરી ગામે ધરમપુર વન વિભાગ દ્વારા ગામમાં ફરતા પ્રાણીઓ વિશેની વિસ્‍તૃત માહિતી અને એમનાથી સાવચેતી કઈ રીતે રાખવા જેવી અનેક બાબતોની માહિતી ધરમપુર આરએફઓ હિરેન પટેલના માર્ગદર્શન હેઠળ શક્‍તિભાઈ અને એમની વન વિભાગની આખી ટીમ દ્વારા પ્રોજેક્‍ટર પર વિડિઓ બતાવી અને એના વિશેની વિસ્‍તૃત માહિતી આપવામાં આવી હતી.
જ્‍યાં વન વિભાગની ટીમ દ્વારા ગામમાં ઝેરી અને બિનઝેરી સાપો વિશેની માહિતી આપવામાં આવી હતી. ગામના ફરતા પ્રાણીઓ વિશેની માહિતી એમના પગલાં કઇ રીતે ઓળખવા, વૃક્ષ, જંગલની જાળવણી, ગામમાં ફરતા વન્‍ય પ્રાણીઓ વિશે ની માહિતી વિસ્‍તૃત માહિતી આપવામા આવી હતી.
જ્‍યાં માહિતી આપવા આવેલ શક્‍તિભાઈનું ગામના આગેવાન ધીરુભાઈ અને ભગુભાઈ દ્વારા ફૂલ આપીને સ્‍વાગત કરવામાં આવ્‍યું અને સાથે આવેલ સમગ્ર ટીમનું ગામના ડેપ્‍યુટી સરપંચશ્રી વિલિયમભાઈ, અને માજી સરપંચશ્રી નવીન પાવર દ્વારા ફૂલ આપીને સ્‍વાગત કર્યું હતું.
જ્‍યાંગ્રામ પંચાયતના સભ્‍યશ્રીઓ જયેશ પટેલ, ઉમેદ પટેલ, મહેન્‍દ્ર પટેલ, મગન પટેલ, સુનિલ પટેલ, નયન પટેલ અને એસએમસી સભ્‍ય અને શિક્ષણવિદના પ્રદીપ પટેલ અને મોટી સંખ્‍યામાં ગામના વડીલો અને યુવાનો હાજર રહ્યા હતા.

Related posts

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપની નવી કારોબારીની જાહેરાત : પ્રદેશ મહામંત્રી વાસુભાઈ પટેલ અને પ્રદેશ કોષાધ્‍યક્ષ તુષારભાઈ દલાલની છુટ્ટી

vartmanpravah

આજે કલેક્‍ટર કચેરી ખાતે શાળા પ્રવેશોત્‍સવ અમલીકરણ સમિતિની બેઠક મળશે

vartmanpravah

રોવર રેંજર સભ્ય અનુરાગ સિંહ અને મનિષ ઝાની ઉપસ્થિતિમાં ‘આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ’ નિમિત્તે ‘ભારત સ્કાઉટ ગાઈડ’દ્વારા દાનહ પ્રદેશ મુખ્યાલય ડોકમર્ડી ખાતે સેમિનાર યોજાયો

vartmanpravah

વલસાડની જાહેર સભા બાદ સરકીટ હાઉસમાં રાત્રિ રોકાણ કરી વડાપ્રધાન આજે રવિવારે સવારે સોમનાથ જવા રવાના

vartmanpravah

રાજસ્‍થાન, છત્તિસગઢ અને મધ્‍ય પ્રદેશમાં ભાજપને મળેલા ઐતિહાસિક પ્રચંડ વિજય બદલ: દમણમાં પ્રદેશ ભાજપ દ્વારા મનાવવામાં આવ્‍યો વિજયોત્‍સવ

vartmanpravah

…તો દમણમાં એક ઘર પણ કાચું નહીં રહે

vartmanpravah

Leave a Comment