September 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી રાનકુવા ગ્રામ પંચાયતની બે-બે વખત નોટિસ છતાં ગેરકાયદે બાંધકામનો ધમધમાટ

ગેરકાયદેસર બાંધકામ પર લગામ કસવા માટે સ્‍થાનિક તંત્ર
કાર્યવાહી કરે તેવી લોકોની માંગ

((વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.23: રાનકુવા ગામે બ્‍લોક નંબર 1342/ પૈકી 1 (જૂનો નં.98) વાળી બિનખેતીની જમીનમાં કરવામાં આવી રહેલ બાંધકામ બાબતે રાનકુવા ગ્રામ પંચાયત દ્વારા બજરંગ લાલ ગણપતરામ વગેરેને નોટીશ પાઠવી બાંધકામ એન.એ.ના હુકમ, નગર નિયોજક દ્વારા મંજૂર કરાવેલ પ્‍લાન, બાંધકામ પરવાનગી વગેરે આધાર પુરાવા સાથે દિન-7 માં લેખિત ખુલાસો કરવામાં જણાવાયું છે. જોકે આ પ્રકારની નોટીશ બીજી વખત પણ આપવા છતાં સ્‍થળ પર બાંધકામ યથાવત સ્‍થિતિમાં ચાલુ જ જાણવા મળેલ છે. વધુમાં ઉપરોક્‍ત બાંધકામ કરતી વખતે નગર નિયોજકની કચેરીમાંથી કોઈ પણ પ્રકારના બાંધકામના નકશા પણ મંજૂર ન કરાવી નીતિ નિયમોની ઐસીતૈસી કરી બાંધકામ કરવામાં આવી રહેલ છે. સાથે ડ્રેનેજની પૂરતી વ્‍યવસ્‍થા સહિત બિનખેતીની શરતોનો પણ આ બાંધકામમાં ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો હોવાનું જાણવા મળેલ છે. રાનકુવા ગ્રામ પંચાયતની બે વારની નોટીશ આ રીતે ઘોળી ને પી જવામાં આવતી હોય તેવામાં સ્‍થાનિક વહીવટી તંત્રનો આ પ્રકારે ગેરકાયદેસરબાંધકામ કરનારાઓ પર કોઈ અંકુશ રહ્યો નથી અને તેઓને ગેરકાયદેસર બાંધકામ કરવા માટે મોકળું મેદાન મળી જવા પામ્‍યું છે ત્‍યારે સ્‍થાનિક તંત્ર દ્વારા આ બાંધકામ તાત્‍કાલિક ધોરણે અટકાવી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી

રાનકુવા-વાંસદા રોડ પર 11 કેવી હાઈટેનશન વીજ લાઈન પસાર થાય

રાનકુવામાંથી અગિયાર કેવી જેવી હાઈટેનશન હેવી વીજલાઈન પણ પસાર થાય છે આ વીજલાઈનથી નિયમોનુસાર છોડવાનું થતું અંતર પણ ન છોડી બાંધકામ કરવામાં આવી રહ્યું છે અને સમગ્ર બાબતે તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે પરંતુ અંતર ન છોડી એન એની શરતો, જેટકોની એનઓસીનો પણ ભંગ કરવામાં આવી રહેલ છે જે ભવિષ્‍યમાં લોકો માટે ઘાતક પુરવાર થાય તો નવાઇ નહિ ત્‍યારે આ માટે તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે તે જરૂરી છે.

Related posts

સુરત-વેસુ-ફોનિક્ષટાવર-વિજયરામચન્‍દ્રસૂરિ આરાધનાભવને જૈનાચાર્યશ્રી વિજયમુક્‍તિપ્રભસૂરિજીનો જૈન સંઘને ચાતુર્માસના અંતિમ દિને અંતિમ સંદેશ

vartmanpravah

લોકસભાની દાનહ બેઠકની પેટા ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવાર તરીકે કલાબેન ડેલકરે કરેલી દાવેદારી

vartmanpravah

નુમા ઈન્‍ડિયા અકાદમી, દમણના બે વિદ્યાર્થીઓની ‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’ માટે થયેલી પસંદગીઃ ઉજ્જૈન જવા રવાના

vartmanpravah

આઈસ્‍ક્રીમ લઈ પારડી આવી રહેલ ટેમ્‍પાનો પારડી આઈટીઆઈ નજીક અકસ્‍માત

vartmanpravah

વલસાડ જિલ્લાના સરોધી ગામે વિશાળ કાય અજગર રેસ્‍કયુ કરાયો

vartmanpravah

દાનહમાં ‘મેરી માટી, મેરા દેશ’ના ઉપક્રમે વાજતે ગાજતે નિકળેલી કળશયાત્રા

vartmanpravah

Leave a Comment