January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

ભાજપ અનુ.જાતિ મોરચાના રાષ્‍ટ્રીય કોષાધ્‍યક્ષ સુરજ કેરો અને અનુ.જાતિ મોરચાના પ્રદેશ પ્રભારી અશોક ખટરમલે દમણવાડા ગ્રા.પં.ના નંદઘર અને લાઈબ્રેરી નિહાળી પ્રશાસનની કરેલી સરાહના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.23 : ભારતીય જનતા પાર્ટી અનુ.જાતિ મોરચાના રાષ્‍ટ્રીય કોષાધ્‍યક્ષ શ્રી સુરજ કેરો અને અનુ.જાતિ મોરચાના પ્રદેશ પ્રભારી શ્રી અશોક ખટરમલે પોતાની દમણ મુલાકાત દરમિયાન દમણવાડા ગ્રામ પંચાયત, દમણવાડા નંદઘર અને દમણવાડા ગ્રામ પંચાયતની લાઈબ્રેરીની મુલાકાત લીધી હતી.
ભાજપ અનુ.જાતિ મોરચાના રાષ્‍ટ્રીય કોષાધ્‍યક્ષ શ્રી સુરજ કેરો અને પ્રદેશ પ્રભારી શ્રી અશોક ખટરમલ નંદઘરની સ્‍વચ્‍છતાથી ખુબ જ પ્રભાવિત થયા હતા, અને બાળકો માટેની વિવિધ વ્‍યવસ્‍થા નિહાળી તેની પ્રશંસા પણ કરી હતી.
દમણવાડા ગ્રામ પંચાયતની લાઈબ્રેરીની પણ મુલાકાત લીધી હતી અને ડીજીટલ માધ્‍યમથી અભ્‍યાસ કરી રહેલ એક બાળકી સાથે વાતચીત પણ કરી હતી અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં સુંદર લાઈબ્રેરી અને ઈ-લાઈબ્રેરીની સુવિધા પુરી પાડવા બદલ સંઘપ્રદેશ પ્રશાસન અને ગ્રામ પંચાયતની સરાહના પણ કરી હતી.

Related posts

દમણ પોલીસે સોમનાથની એક મોબાઈલ દુકાનમાંથી થયેલ ચોરીનો ભેદ ઉકેલ્‍યો: એક આરોપી સહિત મુદ્દામાલ બરામદ

vartmanpravah

વાપી નગરપાલિકાનું વેરા વસુલાત અભિયાન ટોપ ગેરમાં: સુલપડમાં 150 થી વધુ ચાલી માલિકોને નોટિસ ફટકારાઈ

vartmanpravah

દમણ-દીવના 63મા મુક્‍તિ દિવસના પ્રદેશ ભાજપના કાર્યક્રમમાં એકત્રિત મોટી ભીડઃ શ્રમિકોની હાજરીએ બેવડાવેલો ઉત્‍સાહ

vartmanpravah

વલસાડ જિલ્લામાં અનંત ચૌદશે ઠેર ઠેર ભવ્‍ય વિસર્જન યાત્રાઓ યોજાઈ : હજારો ભાવિકો જોડાયા

vartmanpravah

રાષ્‍ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્‍યક્ષ અંજના પવારે જિલ્લાના સફાઈ કર્મચારીઓની પરિસ્‍થિતિની સમીક્ષા કરી

vartmanpravah

પારડી તાલુકાના ધગડમાળ, ડેહલી અને અરનાલા ગામોમાં રૂા.72.50 લાખના વિકાસના કામોને મંજૂરી

vartmanpravah

Leave a Comment