July 29, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નોટિફાઈડ દ્વારા ચણોદ પાસે 35 વર્ષ જુની પાણીની ટાંકી કોલમ બ્રેકીંગ ટેકનોલોજીથી મિનિટોમાં ધરાશાયી કરાઈ

ચુસ્‍ત સુરક્ષા વ્‍યવસ્‍થા વચ્‍ચે ઓપરેશન સફળ રહ્યું : નવી ટાંકી બનાવાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.24: વાપી જીઆઈડીસી વિસ્‍તારમાં 35 વર્ષ જુની ટાંકીને નોટિફાઈડ દ્વારા ધરાશાયી કરવામાં આવી હતી. 20 લાખ લીટરની ક્ષમતા વાળી આ પાણીની ટાંકીને બુધવારે સાંજે કોલમ બ્રેકીંગ ટેકનોલોજીથી સંપુર્ણ સુરક્ષા સાથે ટાંકીને ધરાશાયી કરવામાં આવી હતી.
વધુ વિગતો મુજબ વાપી જીઆઈડીસી ચણોદ નજીક સેલવાસ રોડ વિસ્‍તારમાં એશીયન કેરેન નામની કંપની પાસે નોટિફાઈડની 20 લાખ લીટર પાણીની ટાંકી આવેલી છે. 35 વર્ષ જુની આ ટાંકીને તોડી પાડવાની કામગીરી બુધવારે સાંજે હાથ ધરાઈ હતી. ટાંકી તોડવા માટે ખાસ એજન્‍સીને કામ સોંપાયું હતું. એજન્‍સીએ કોલમ બ્રેકીંગ ટેકનોલોજીથી મિનિટોમાં ટાંકીને ધરાશાયી કરી દીધી હતી. કામગીરી વ્‍યવસ્‍થિત પાર પાડવા માટે સુરક્ષાની તમામ બાબતો ધ્‍યાને લેવાઈ હતી. પોલીસ, જીઈબી સહિત લાગતી વળગતી એજન્‍સી સાથે સંકલન કરવામાં આવ્‍યું હતું. સાંજે સેલવાસ રોડ પરનો ટ્રાફિક રોકી દેવાયો હતો તેમજ વીજ પુરવઠો પણ 10 મિનિટ માટે બંધ કરી દેવાયો હતો. ટાંકી ધરાશાયી કરતા સમયે ધુળની ડમરીઓના ગોટેગોટા ઉડયા હતા તે માટે જરૂરી તમામ તકેદારી રાખવામાં આવી હતી. આ વિસ્‍તારમાં આ ટાંકીથી પાણી પુરવઠો અપાતો હતો તે પુરવઠો અન્‍ય ટાંકી દ્વારા આપવામાં આવશે. અન્‍ય ટાંકી અને પાઈપ લાઈન ચાલું રહેશે.પર્યાપ્ત પ્રેશરથી પાણી પુરવઠો મળતો રહેશે. તોડી પડાયેલ ટાંકીના સ્‍થાને નવી ટાંકી બનાવાશે. જેની મંજુરી મળી ગઈ છે.

Related posts

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગનો ફરી એકવાર રાષ્‍ટ્રીય સ્‍તરે વાગેલો ડંકો : આરોગ્‍ય વિભાગને મળેલા ચાર મોટા ઈનામો

vartmanpravah

વાપી હાઈવે પેપીલોન હોટલ સામે જી.ઈ.બી.ની ડીપીમાં અચાનક આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

વાપી ચલા ચોકી ફળીયામાં સાયકલ ચોર ઝડપાયા

vartmanpravah

‘‘દુષ્‍કર્મના હત્‍યારાને ફાંસીથી ઓછી સજા નહીં”ની માંગ સાથે પારડી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મૌન રેલી અને કેન્‍ડલ માર્ચ યોજાઈ

vartmanpravah

વાપી નાસિક રોડ કાકડકોપર પાસે ઈકો અને એસ.ટી. વચ્‍ચે અકસ્‍માત : ઈકો અને બસના 33 મુસાફરો ઘાયલ

vartmanpravah

કાયદો કાયદાનું કામ કરે છે દાનહ જિલ્લા પ્રશાસને સેલવાસ નગરપાલિકાના કાઉન્‍સિલર મનોજ દયાતના શેડની દીવાલ તોડી પાડી

vartmanpravah

Leave a Comment