December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા નાસિક રોડ સુથારપાડા નજીક યુવાનોએ શ્રમદાન કરીને રોડના ખાડા પુર્યા : તંત્રને લપડાક

નવનિર્માણચેરીટેબલ ટ્રસ્‍ટના પળી ગામના યુવાનોએ કરેલી સરાહનીય કામગીરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: વલસાડ જિલ્લામાં ચોમાસા દરમિયાન મોટા ભાગના તમામ રોડ તૂટીને બેસુમાર ખાડા પડી ચુક્‍યા છે. જાહેર બાંધકામ વિભાગ કે હાઈવે ઓથોરિટીના પેટનું પાણી હાલતું નથી. ખાડાઓમાં પટકાઈ અનેક નિર્દોષ વાહન ચાલકોએ જીવ ગુમાવ્‍યા છે. તેવી કંઈક સ્‍થિતિ કપરાડા-નાસિક રોડ ઉપર સુથારપાડા નજીક જીવલેણ ખાડો પડી ગયેલો છે. જેમાં સ્‍થાનિક મોટર સાયકલ ચાલકો પટકાઈને વારંવાર ઘાયલ થતા રહ્યા છે તેથી ગામના સ્‍થાનિક યુવાનોએ બુધવારે રાત્રે જાતે શ્રમદાન કરીને રોડના ખાડા પુરી રોડ સમતલ બનાવ્‍યો હતો.
કપરાડા નાસિક રોડ ઉપર સુથારપાડા નજીક ઘણા લાંબા સમયથી રોડ ઉપર જીવલેણ ખાડો પડયો હતો. આવતા-જતા વાહનો પટકાતા હતા. જેમાં ખાસ કરીને અંધારામાં ટુવ્‍હિલર ચાલકો પટકાતા ઘાયલ થયાના બનાવો પણ ઉપરા ઉપરી બનતા રહ્યા હોવાથી સ્‍થાનિક ગામના યુવાનોએ રોડ ઉપર પડેલા ખાડા પુરવાનું બીડું ઝડપ્‍યું હતું. પળી ગામના નવનિર્માણ ચેરીટેબલ ટ્રસ્‍ટના યુવાનોએ બુધવારે રાત્રે સુથારપાડા ગામ નજીક પડેલ જીવલેણ ખાડાઓ પુરવા માટે જાત શ્રમદાન કરીને રોડને સમતલ બનાવ્‍યો હતો. સ્‍થાનિક ગામના પણ એક-બે યુવાનો પટકાયેલા હોવાથી આગળ કોઈ મોટીદુર્ઘટના ના સર્જાય તે માટે યુવાનોએ જાતે ખાડા પુરીને તંત્રને તાર્કિક લપડાક મારીને સરાહનિય કામગીરી કરી હતી.

Related posts

ધરમપુરના વાંસદાજંગલ ગામે પતિની પ્રેમીકાનું ઢીમ ઢાળવા નિકળેલી પત્‍નીએ ભૂલથી પ્રેમીકાની માતાની હત્‍યા કરી પોતે આપઘાત કરીલીધો

vartmanpravah

મલાવ ખાતે આરટીઓ અધિકારીએ નિયમ વિરુદ્ધ ચાલતી માટી ભરેલી બે ટ્રક સામે કરેલી કાર્યવાહી

vartmanpravah

વાપી શાકમાર્કેટમાં ડિમોલિશન કાર્યવાહીમાં પથ્‍થરમારો કરનાર 15 આરોપી પૈકી 8ની ધરપકડ

vartmanpravah

વલસાડ ધરમપુર ચોકડી હાઈવે ઓવરબ્રીજ ઉપર બંધ પડેલ ટ્રકને અન્‍ય ટ્રક ભટકાતા ગંભીર અકસ્‍માત

vartmanpravah

સેલવાસના દયાત ફળિયાના યુવાનની હત્‍યાનો પ્રયાસ કરનાર એક આરોપીની પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

સાવધાન…: દમણમાં લાંબા અરસાના વિરામ બાદ ફરી કોરોનાની એન્‍ટ્રીઃ 4 પોઝિટિવ

vartmanpravah

Leave a Comment