June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સલવાવ ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં દિવાળી પર્વ ઉપલક્ષમાં વિવિધ સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર દ્વારા દિવાળી તહેવારની ઘણા હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી.આપણા ભારત દેશમાં વર્ષ દરમિયાન અનેક સામાજિક ધાર્મિક અને રાષ્‍ટ્રીય તહેવારો ઉજવાય છે તેમાં ‘‘દિવાળી”ને તહેવારોનો રાજા કહેવાય છે. તો દિવાળીના તહેવારની ઉજવણી અંતર્ગત શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલના માર્ગદર્શનમાં તમામ શિક્ષકોના સહયોગથી વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ માટે દીવડા બનાવવા, ધોરણ 6 અને 7 ના વિદ્યાર્થીઓ માટે ગ્રીટીંગ કાર્ડ અને ધોરણ-8ના વિદ્યાર્થીઓ માટે કંડિલ અને રંગોળી સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. દરેક સ્‍પર્ધાઓમાં ધોરણ 1 થી 8 ના તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ દ્વારા સરસ મજાના દીવડાઓ, ગ્રીટીંગ કાર્ડ, કંડિલ અને મનમોહક એવી રંગોળી બનાવી કાર્યક્રમને સફળ બનાવ્‍યોહતો. સ્‍પર્ધાઓમાં વિજય થયેલા વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. દીવડા સ્‍પર્ધામાં ધો.1 માં યાત્રી આર. પટેલ, ધો.2 માં ધવન આર. પટેલ, ધો.3 માં શુભ એન. પટેલ, ધો.4 માં વૈદિક ડી. જોશી, ધો.5 માં પરી એ મકવાણા ગ્રીટિંગ કાર્ડ સ્‍પર્ધામાં ધો.6 માં દિવ્‍યતા ડી. પટેલ, ધો.7 માં ધ્‍વનિ પી. પટેલ અને રંગોળી સ્‍પર્ધામાં ધો.8 માં મહેક પોપાણીયા અને તેનું વૃંદ તેમજ કંડિલ સ્‍પર્ધામાં ચિંતન પટેલ તેમજ દિવાળી પોસ્‍ટર સ્‍પર્ધામાં ધો.1 માં ધ્‍યેય એચ. પટેલ, ધો.2 માં ક્રિષ્‍ના પી. પટેલ, ધો.3 માં યાશી ટંડેલ, ધો.4 માં પ્રાંજલ ક્‍લારિયા, ધો.5 માં ઝીલ પટેલ, ધો.6 માં મનસ્‍વી પી. પટેલ, ધો.7 માં રિદ્ધિ આર. પટેલ અને ધો.8 માં ફેન્‍સી પી. ભંડારી, આ તમામ વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરતા સ્‍પર્ધામાં વિજેતા થયેલ સર્વ વિદ્યાર્થીઓને શાળાના મેનેજિંગ ટ્રસ્‍ટી કપિલ સ્‍વામીજી, તમામ ટ્રસ્‍ટીગણો, કેમ્‍પસ એકેડેમિક ડિરેક્‍ટર ડો. શૈલેષ લુહાર, એડમીન ડિરેક્‍ટર હિતેન ઉપાધ્‍યાય, આચાર્યશ્રી ચંદ્રવદન પટેલ તથા તમામ શિક્ષકગણોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

દાનહ અને દમણ દીવ ભાજપા દ્વારા યુદ્ધગ્રસ્‍ત યુક્રેનમાં ફસાયેલ હોય તેવા વિદ્યાર્થીઓને સંપર્ક માટે અપીલ કરાઈ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આશીર્વાદ અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના અથાક પ્રયાસથી દમણની મરવડ હોસ્‍પિટલને જિલ્લા હોસ્‍પિટલમાં રૂપાંતરિત કરી 300 બેડની હોસ્‍પિટલના નિર્માણનું કાર્ય શરૂ

vartmanpravah

નારગોલ શ્રી નિર્મલા દેવી સહજોગ ટ્રસ્‍ટ દ્વારા સહષાારધામ નારગોલ ખાતે ભવ્‍ય પૂજાનો કાર્યક્રમ કરવામાં આવ્‍યો

vartmanpravah

સેલવાસ જવાહર નવોદય વિદ્યાલયની વિદ્યાર્થીનીને ઈસરો દ્વારા આમંત્રિત કરાઈ

vartmanpravah

સેલવાસની મહિલા ગુમ

vartmanpravah

ઉંદર પકડવા જતા સાપ ઘરમાં સુતેલા પરિવાર પર પડતા મચી હડકંપ: જીવદયા ગ્રુપે મોડી રાત્રે સાપને શોધી પકડતા પરિવારે માન્‍યો આભાર

vartmanpravah

Leave a Comment