મરવડ, જમ્પોરમાં લારી-ગલ્લા ફરી લાગશે તથા ઢાબાઓ પણ ફરી શરૂ થશે અને તમામને લાયસન્સ પણ હું અપાવીશઃ સાંસદ ઉમેશભાઈ પટેલની શેખી
(વર્તમાનપ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.24 : દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે ‘વર્તમાન પ્રવાહ’ના તા.22મી ઓક્ટોબર, 2024ના રોજ પ્રગટ થયેલ સ્પેશિયલ કોમેન્ટનો નામ લીધા વગર ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, ‘‘હું રઘવાયો નહીં, પરંતુ મરણિયો બન્યો છું.” તેમણે જણાવ્યું હતું કે, દમણ-દીવના લોકોના હિત ઉપર આંચ આવી રહી છે, લોકોના ઘર, દુકાન, મકાન તોડવામાં આવી રહ્યા છે. લોકો વિવશ બનીને મારા ઉપર મીટ માંડીને બેઠા છે કે, ઉમેશ પટેલ કંઇક કરશે. હું તેમના માટે લડી રહ્યો છું. લોકોએ મને ચૂંટીને મોકલ્યો છે તેમના માટે લડવું એ મારૂં કામ છે.
સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, મરવડ, જમ્પોરમાં લારી-ગલ્લા ફરી લાગશે તથા ઢાબાઓ પણ ફરી શરૂ થશે અને તમામને લાયસન્સ પણ હું અપાવીશ. તેમણે લોકોને નિヘંિત બનવા આહ્વાન કર્યું હતું.