September 4, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ પોલીસે સગીર બાળાને બિહારથી શોધી માતા-પિતા સાથે મેળાપ કરાવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25 : દાદરા નગર હવેલીના ઉમરકુઈ સાયલી ગામે રહેતી (17 વર્ષીય સગીર) છોકરી ગુમ થઈ હોવાની ફરિયાદ સાયલી પોલીસ સ્‍ટેશનમાં નોંધાઈ હતી.
પોલીસે ફરિયાદ નોંધી કલમ 137(2)બીએનએસ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્‍યાન કેટલાક શંકાસ્‍પદ વ્‍યક્‍તિઓની જાણકારી કાઢવામાં આવી હતી અને અલગ અલગ જગ્‍યા પર પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ ટીમે ગુપ્ત બાતમીદારો દ્વારા માહિતી મેળવી અને ટેક્‍નિકલ વિશ્‍લેષણ બાદ પોલીસે અલગ-અલગ ટીમ બનાવી બિહાર અને રાજસ્‍થાન માટે મોકલવામાં આવી હતી. બિહાર રાજ્‍યમાં તાપસ કરતા ખબર પડી કે છોકરી સિદ્ધાર્થ નગર ઉત્તરપ્રદેશમાં છે. પોલીસે સઘન તપાસ બાદ નેપાળની બોર્ડર પાસેથી બાળકીને શોધી કાઢી હતી અને ત્‍યારબાદ તેને દાનહ પોલીસે અંદાજીત 50 દિવસની મહેનત બાદ 1600 કીલોમીટર દુરથી છોકરીને એના પરિવાર સાથે મેળાપ કરાવ્‍યોહતો.

Related posts

ભારત સરકારના ગૃહ મંત્રાલયે જારી કરેલો આદેશ સંઘપ્રદેશ પ્રશાસનમાં કાર્યરત ત્રણ આઈ.એ.એસ. અને 2 આઈ.પી.એસ. અધિકારીઓની બદલી

vartmanpravah

આધુનિક યુગમાં થતી છેતરપિંડીથી બચવા જનજાગૃતિ આવે તેને લઈને સેમિનાર યોજાયો

vartmanpravah

વાપી વી.આઈ.એ. દ્વારા હેલ્‍થ એન્‍ડ સેફટી ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશીપ વિમેન્‍સ નાઈટ ફૂટબોલ ટૂર્નામેન્‍ટમાં વાપી એફસી ટીમ ચેમ્‍પિયન

vartmanpravah

સેલવાસ ન.પા.એ ઝંડાચોકથી સરસ્‍વતી ચોક સુધીના દબાણો દૂર કર્યા

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના વિદ્યુત વિભાગના ખાનગીકરણને રોકવાના અભિયાનમાં ઘેલવાડ, સોમનાથ, દાભેલ અને આટિયાવાડ ગ્રામ પંચાયતોએ પણ આપેલું સમર્થન

vartmanpravah

Leave a Comment