June 13, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

બાતમીના આધારે દાનહ એક્‍સાઇઝ વિભાગ અને પોલીસની ટીમે સંયુક્‍ત રીતે પાડેલી રેડમાં ખાનવેલની એક કરિયાણાની દુકાનમાંથી અખાદ્ય ગોળ અને ગુટખાનો જથ્‍થો ઝડપાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25 : દાદરા નગર હવેલીના ખાનવેલ વિસ્‍તારમાં આવેલી એક કરિયાણાની દુકાનમાં છેલ્લા ઘણાં સમયથી ગુટખા અને અખાદ્ય ગોળનું ગેરકાયદે વેચાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ સ્‍થાનિક રહેવાસીઓ દ્વારા દાનહના ફુડ વિભાગ, એક્‍સાઇઝ વિભાગ અને પોલીસને કરવામાં આવીહતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ફરિયાદના આધારે આધારે દાનહ એક્‍સાઇઝ વિભાગ અને પોલીસની ટીમે ખાનવેલ ખાતે આવેલી જલારામ કરિયાણા સ્‍ટોરમાં જઈ તપાસ કરતા દુકાનમાંથી અખાદ્ય ગોળના 80 બોક્ષ અને 170 કિલો જેટલો નવસારનો જથ્‍થો મળી આવ્‍યો હતો, સાથે અંદાજીત એક લાખથી વધુની કિંમતનો વિમલ ગુટખાનો જથ્‍થો પણ મળી આવ્‍યો હતો.
અખાદ્ય ગોળ અને નવસારનો જથ્‍થો એક્‍સાઇઝ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્‍યો હતો અને દુકાનદાર વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્‍યારે મળી આવેલા ગુટખાના જથ્‍થાને દાનહ પોલીસે જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

ઉમરસાડી માછીવાડમાં શ્રાવણ માસ નિમિત્તે અખંડ ભજન કીર્તન, પાલખી યાત્રા સાથે મટકી ફોડી સપ્તાહની ઉજવણી કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું ‘મિશન લક્ષદ્વીપ’ : સમયાંતરે લક્ષદ્વીપની મુલાકાત લઈ અહીના જીવન ધોરણને ઊંચુ લાવવા શરૂ કરેલી પ્રશાસનિક કવાયત

vartmanpravah

ગુમ થયેલ પુત્રનું માતા પિતા સાથે મિલન કરાવતા પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ મયુર પટેલ

vartmanpravah

સિલ્ધા ગામે પટેલપાડામાં નવયુવક મંડળ દ્વારા આઠમા દિવસે ગણપતિની મૂર્તિનુ વિસર્જન કરાયું

vartmanpravah

ચીખલી તાલુકાના તલાવચોરા સ્‍થિત ઈંગારી પહાડમાં આગ લાગી

vartmanpravah

વલસાડ-ડાંગ સાંસદ ધવલભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને વાંસદા વિધાનસભા મત વિસ્‍તાર ભાજપનો નૂતન વર્ષ સ્‍નેહમિલન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment