(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25 : સેલવાસના આમલી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં મહિલા કાર ચાલકે આઈ20 કાર નંબર ડીડી-01 – એ-7307 ગફલતભરી રીતે હંકારી એક કંપની નજીક પાર્કિંગ એરિયામાં પાર્ક કરેલ મોપેડ અને સ્કૂટરોને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે કેટલીક બાઈકો અને મોપેડને ઘણુ નુકસાન થયું હતું. આ ઘટના જોતા કંપનીમાં કામ કરતા કામદારોઅને કર્મચારીઓ અને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસને ટેલીફોનિક જાણ કરી હતી. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી કારને જપ્ત કરી પોલીસ સ્ટેશન પર લઈ જવામાં આવી હતી અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.