October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

નાની દમણ કોલેજ રોડ ઉપર આવેલ: ફોરર્ચ્‍યુન વર્લ્‍ડ એપાર્ટમેન્‍ટમાં ખાણી-પીણીની પાર્ટી દરમિયાન મિત્રો મિત્રો વચ્‍ચે બબાલઃ ઉછળેલા લોખંડના સળિયા અને લાઠી

દુણેઠાના જયેશ નાનુ પટેલને કોઈ વાતે વાંકુ પડતાં પાર્ટી છોડી પોતાના 20 થી 25 જેટલા સાગરિતો સાથે આવી ગૌતમ પટેલ અને તેમના મિત્રો ઉપર કરેલો ઘાતક હૂમલોઃ રોકડા અને ચેઈનની પણ તફડંચી
(વર્તમાન પ્રવાહન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 15
નાની દમણના કોલેજ રોડ ઉપર ફોરર્ચ્‍યુન વર્લ્‍ડ એપાર્ટમેન્‍ટ ખાતે ખાવા-પીવાની પાર્ટી ઉપર સાથે બેઠેલા એક શખ્‍સે પોતાના 20 થી 25 જેટલા સાગરિતો સાથે આવી પોતાના મિત્રો ઉપર જ કરાવેલા ઘાતક હૂમલાની ઘટના સમગ્ર પ્રદેશમાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના રાજમાં ભાઈગીરી સદંતર બંધ થવી જોઈએ એવી લાગણી પણ વ્‍યક્‍ત થઈ રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ફરિયાદી ગૌતમ કાન્‍તિભાઈ પટેલ રહે.સડક ફળિયા આમલીયા-ડાભેલ, નાની દમણ પોતાના મિત્રો સાથે ફોરર્ચ્‍યુન વર્લ્‍ડ એપાર્ટમેન્‍ટ કોલેજ રોડ નાની દમણ ખાતે ખાવા પીવા માટે પાર્ટી ઉપર બેઠા હતા. જેમાં નાની દમણ દુણેઠાનો જયેશ નાનુ પટેલ પણ સામેલ હતો. દરમિયાન કોઈ વાતે વાંકુ પડતાં જયેશ પટેલ પોતે પાર્ટી છોડીને ચાલી ગયો અને પોતાની સાથે 20 થી 25 જેટલા સાગરિકોની સાથે આવી ફરિયાદી ગૌતમ કાન્‍તિભાઈ પટેલ અને તેમના મિત્ર જીનલ બાબુ પટેલ, કિરણ ઉર્ફે છનિયો બાબુ પટેલ, કૃપેશ કામલી, કૃષાંગ હરેશ, અશ્વિન જગુ પટેલ ઉપર અચાનક લોખંડ અને લાઠી જેવા હથિયારથી હૂમલો કરી ફરિયાદીના જમણાં હાથ અને જમણી આંખ તથા આંખની આજુબાજુ ઈજા પહોંચાડવાની સાથે તેમના મિત્રોને પણ મારી ઘાયલ કર્યા હતા. ફરિયાદીના ખિસ્‍સામાંથીરોકડા રૂા.6000 તથા ગળામાં પહેરેલી 7 તોલાની ચેઈન પણ આરોપી દ્વારા છીનવી લેવામાં આવી હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. જયેશ નાનુ પટેલ અને તેમના મિત્રો દ્વારા ફરિયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હૂમલો કરી ઘટના સ્‍થળથી ભાગી ગયા હતા. આ સંદર્ભમાં નાની દમણ પોલીસ સ્‍ટેશને આઈપીસીની 397, 506(2), આર/ડબ્‍લ્‍યુ 34 તથા 1860 અંતર્ગત ગુનો નોંધની વધુ તપાસ આરંભી છે.

Related posts

દીવમાં નાગવા રોડ પર ગાડી સ્‍લીપ થતાં અકસ્‍માત સર્જાયો

vartmanpravah

વાપી નગરના લોકોએ સતત 20 વર્ષ માટે ભાજપને પાલિકાની શાસન ધૂરા સંભાળવા આપેલો જનાદેશ

vartmanpravah

રાજસ્‍થાન ઝાલોરની ઘટના અંગે આંબેડકર ચળવળના દરેક સંગઠન મળી દાનહ કલેક્‍ટરને આવેદનપત્ર આપવામાં આવ્‍યું

vartmanpravah

દાનહના લોકપ્રિય નેતા સ્‍વ. મોહનભાઈ ડેલકરની પ્રથમ પુણ્‍યતિથિના ઉપલક્ષમાં વિશાળ શ્રદ્ધાંજલિ ‘સ્‍મૃતિ સપ્તાહ’નું આયોજન

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ દીવમાં ટી.બી.ની યોજનાઓ ચકાસવા મિશન દિલ્‍હીની ટીમે લીધી મુલાકાત

vartmanpravah

પોષણ અભિયાન દીવ દ્વારા હાયર સેકન્‍ડરી સ્‍કૂલ ખાતે અડોલેસેન્‍સ ગર્લ્‍સ સાથે પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

Leave a Comment