હકીમજી માર્કેમટાં બનેલી ઘટના :સીસીટીવી કેમેરામાં કેદ થઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.29: વાપી બજારમાં આવેલ હકીમજી માર્કેટમાં રાત્રે 10:30 વાગ્યાના સુમારે વિચિત્ર અકસ્માતની ઘટના ઘટી હતી. માર્કેટના પાર્કિંગમાં બાઈક પાર્ક કરી બાઈક ઉપર બેઠેલા યુવાનને એક કાર ચાલકે અંધાધુંધ રીવર્સ મારતા બાઈક ઉપર બેઠેલા યુવાનને ઉડાડયો હતો.
વાપી હકીમજી માર્કેટમાં ઘટેલા અકસ્માતમાં યુવાન રાત્રે 10:30 વાગ્યાના સુમારે બાઈક પાર્ક કરી હતી. બાઈક ઉપર બેઠા બેઠા મોબાઈલ સર્ચ કરી રહ્યો હતે તે દરમિયાન એક કાર ચાલકે અંધાધુંધ કારને રીવર્સ લેતા બાઈક ઉપર બેઠેલા યુવાનને ફંગોળી દીધો હતો. યુવાન સાથે અકસ્માત થતાં હાજર સ્થાનિકો દોડી આવ્યા હતા. જો કે યુવાનને નાની મોટી ઈજાઓ થઈ હતી તેથી લોકોએ સારવાર માટે ખસેડયો હતો. ગંભીર અકસ્માતમાં યુવાન બાલ બાલ બચ્યો હતો. સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ હતી.