October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી એપીએમસીમાં લાભ પાંચમથી ચીકુની હરાજીનો પ્રારંભ

20 કિલોના 1176 થી 1751 રૂપિયા જેટલો ભાવ મળતા ખેડૂતોમાં
આનંદની લાગણી છવાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.06: ચીખલીની ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિમાં ચેરમેન પરિમલભાઈ દેસાઈ, વાઇસ ચેરમેન જે.ડી.પટેલ, પૂર્વ ચેરમેન કિશોરભાઈ, ડિરેકટર ધર્મેશભાઈ, અજયભાઈ દેસાઈ, સેક્રેટરી ઊર્મિલભાઈ ઉપરાંત મકસુંદભાઈ લાકડાવાલા સહિતના કર્મચારીઓ તથા અંકિત પટેલ, નરેન્‍દ્રભાઈ (મામા) ગુરમીતસિંધ, અમિતભાઈ, ભરતભાઈ સહિતનાવેપારીઓ ખેડૂતોની ઉપસ્‍થિતિમાં વર્ષોથી પરંપરા મુજબ લાભ પાંચમના પવિત્ર દિવસથી ચીકુની હરાજી પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. જેમાં હરજીના પ્રથમ દિવસે પ્રથમ ક્‍વોલિટીના પ્રતિ વિસ કિલોગ્રામ ચીકુનો 1176 થી 1751 જેટલો ભાવ તેમજ બીજા નંબરની ગુણવત્તામાં રૂપિયા 200 થી 601 જેટલો ભાવ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી.
ચીખલી એપીએમસીમાં પાર દર્શક વહીવટ ને પગલે ગણદેવી, વાંસદા તાલુકાના તથા વલસાડ જિલ્લાના ખડુતો મોટી સંખ્‍યામાં ચીકુની હરાજી માટે આવતા હોય છે. એપીએમસીમાં ગતવર્ષ 34020 કવીન્‍ટલ સાથે ચીકુનો 9.20 કરોડ રૂપિયાનું ટર્ન ઓવર થયું હતું. ચીખલી એપીએમસીમાંથી વેપારીઓ રાજસ્‍થાન, દિલ્‍હી, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્‍યોમાં નિકાસ કરતા હોય છે.
ચીકુની હરાજી દરમ્‍યાન ચેરમેન પરિમલભાઈ દેસાઈએ સમગ્ર સિઝન દરમ્‍યાન ખેડૂતોને સારો ભાવ મળવાનો આશાવાદ વ્‍યક્‍ત કરી ચીકુ સહિતના પાકોના નાણાં રોકડા જ લઈ જવા માટે ખેડૂતોએ અનુરોધ કરી ઉધારના કિસ્‍સામાં એપીએમસીની કોઈ જવાબદારી રહશે નહિ તેમ ઉમેર્યું હતું. હરજીના પ્રથમ દિવસે એપીએમસીમાં મોટા પ્રમાણમાં ચીકુની આવક થવા પામી હતી.

Related posts

ગ્રામીણ વિસ્‍તારમાં રોજગારના અવસર પુરા પાડવા અને લોકોને આત્‍મનિર્ભર બનાવવાના હેતુથી મહાત્‍મા ગાંધી નરેગા યોજના હેઠળ દાનહની દરેક ગ્રામ પંચાયતોમાં 14મી ઓક્‍ટોબરના સોમવારે ‘‘રોજગાર દિવસ”ની ઉજવણી કરાશે

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ અને શ્રી રાણા સમાજદમણ, દ્વારા મોટી દમણ ખાતે આયોજીત સ્‍વાસ્‍થ્‍ય યજ્ઞમાં 245 દર્દીઓએ લીધેલો લાભ: જરૂરિયાતમંદોને વોકર, વોકિંગ સ્‍ટીક તથા ચશ્‍માનું કરેલું નિઃશુલ્‍ક વિતરણ

vartmanpravah

પારડી આઈટીઆઈ પાસે સીએનજી ટેમ્‍પામાં લાગી આગ

vartmanpravah

વાપી વી.આઈ.એ.માં આયુષ્‍માન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો : ટૂંક સમયમાં પી.વી.સી. કાર્ડમાં તબદીલ થશે

vartmanpravah

ચંડોરના સરપંચ રણજીત પટેલની દમણગંગા નદીમાં સી.ઈ.ટી.પી.નું કેમીકલ યુક્‍ત પાણી છોડાતું હોવાની ફરિયાદ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનના આઈ.એ.એસ. અધિકારીઓના પ્રભારમાં વ્‍યાપક ફેરબદલઃ નાણાં સચિવ ગૌરવસિંહ રાજાવતનું વધેલું કદ

vartmanpravah

Leave a Comment