September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જ્‍વેલર્સમાંથી સોનુ ખરીદી નિકળેલી મહિલાનું પર્સ અન્‍ય ત્રણ-ચાર મહિલા ચોરી કરીફરાર

ઘટના સીસીટીવી કેમેરામાં કેદ, મહિલા ઈબ્રાહિમ માર્કેટમાં સોનુ ખરીદવા ગઈ હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: વાપી મેઈન બજારમાં ધોળા દિવસે ચોરીનો બનાવ બન્‍યો હતો. આજે બુદવારે એક મહિલા ઈબ્રાહિમ માર્કેટ સ્‍થિત એક જ્‍વેલર્સની દુકાને સોનાની ખરીદી કરવા ગઈ હતી. ખરીદી કરી મહિલા અન્‍ય માર્કેટમાં જઈ રહી હતી ત્‍યારે પાછળ પીછો કરી રહેલી ત્રણ થી ચાર મહિલાઓ સોનાના દાગીના ભરેલુ મહિલાનું પર્સ ચોરી કરીને ફરાર થઈ ગઈ હતી. અન્‍ય માર્કેટમાં મહિલા પહોંચી ત્‍યારે પર્સ ચોરી થયાનું માલુમ પડતા મહિલા હેબતાઈ ગઈ હતી.
આજકાલ દિવાળીનો તહેવાર ચાલતો હોવાથી બજારમાં ભીડભાડ અને ઘરાકી પ્રમાણમાં વધુ જોવા મળી રહી છે. આવી ભીડમાં ચોરીનો બનાવ વાપી મેઈન બજારમાં બન્‍યો હતો. ઈબ્રાહીમ માર્કેટમાં આવેલ જ્‍વેલર્સની દુકાનથી એક મહિલાએ બે થી ત્રણ તોલાના સોનાના દાગીના ખરીદ્યા હતા. ત્‍યારબાદ પર્સમાં દાગીના રાખી મહિલા બીજી ખરીદી કરવા પ્રેમ માર્કેટમાં ગઈ હતી તે દરમિયાન ત્રણ-ચાર મહિલા આ મહિલાનો પીછો કરીને ચાલાકીથી સોનાના દાગીના રાખેલુ પર્સ આબાદ રીતે ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. પ્રેમ માકે4ટમાં પહોંચી ત્‍યારે મહિલાને ખબર પડી કે પર્સ ચોરી થઈ ગયું હતું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.અત્‍યારે તહેવારોમાં માત્ર પોલીસ પર ભરોસો રાખ્‍યા સિવાય સ્‍વયં સતર્ક રહેવું પડે તેવો સમય આવી ચૂક્‍યો છે.

Related posts

દાનહમાં ગાયોને ટક્કર મારી મોત નિપજાવવાનો સિલસિલો યથાવત્‌ રવિવારની રાત્રે અથાલ પાસે રસ્‍તા ઉપર બેસેલી ગાયોને ટ્રકચાલકે મારેલી ટક્કરમાં ચાર ગાયોના ઘટના સ્‍થળે જ થયેલા મોતઃ ત્રણને ગંભીર ઈજા

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા 64 કર્મચારીની બઢતી સહિત 41 પોલીસ કર્મચારીને ઉચ્‍ચત્તર પગારનો લાભ મળ્‍યો

vartmanpravah

વાપી-વલસાડ રેલવે ટ્રેક ઉપર ગાય આવી જતા ‘વંદે ભારત’ ટ્રેનને વધુ એક અકસ્‍માત નડયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં જાહેર અને ખાનગી ક્ષેત્રના એકમોની ચકાસણીમાં 5 એકમોને નોટીસ ફટકારાઈ

vartmanpravah

કપરાડા ઓઝરડામાં કોતરોમાંથી મળેલ લાશનો ભેદ ઉકેલાયો : પિતા-પૂત્ર સહિત સાત ઝડપાયા

vartmanpravah

વાપી બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સતિષભાઈ પટેલ સૌથી વધુમતો મેળવી વિજેતા બન્‍યા

vartmanpravah

Leave a Comment