શ્રીમદ્ ભાગવત કથાનો લાભ લેવા માટે ભાવિક ભક્તોને જાહેર આમંત્રણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07 : સેલવાસના આમલી વિસ્તારમાં આવેલ ગાયત્રી મંદિર ખાતે ગરીબ-અનાથ કન્યાઓ માટે કન્યાદાન સહાય અર્થે તેમજ સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રખર ભાગવતાચાર્ય અને વક્તા પૂજ્ય શ્રીદેવુભાઈ જોષી (ખેરગામવાળા) તેમની મધુર વાણીમાં શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કરાવશે.
શ્રીમદ્ ભાગવત કથાનો શુભારંભ તા.15મી નવેમ્બર, 2024 કરાશે જે 21મી નવેમ્બર, 2024 સુધી દરરોજ ચાલશે. કથાનો સમય બપોરે 2:00 વાગ્યાથી સાંજના 5:00 વાગ્યાનો રહેશે. કથાના શુભારંભ પહેલાં પોથીયાત્રા શ્રી હેમંતભાઈ સુર્યકાંતભાઈ પટેલ-સરસ્વતી ચોક,ગાયત્રી મંદિરની બાજુમાં, આમલી- સેલવાસના નિવાસસ્થાનેથી બપોરે બે વાગ્યે નીકળશે અને કથા સ્થળે પહોંચશે.
આયોજકો દ્વારા આ શ્રીમદ્ ભાગવત કથાનો લાભ લેવા માટે ભાવિક ભક્તોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

