September 6, 2026
Vartman Pravah
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણમાં જિલ્લા સ્‍તરીય આંતરશાળા એથ્‍લેટિક્‍સ સ્‍પર્ધાનો પ્રારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.10 : દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની રમત-ગમત પ્રત્‍યેની પહેલથી અને કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ મુજબ સંઘપ્રદેશના યુવા કાર્યક્રમ અને રમત-ગમત વિભાગના સચિવ ડો. અરૂણ ટી. અને રમત-ગમત વિભાગના નિર્દેશક શ્રી અરૂણ ગુપ્તાના સહયોગથી કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસસનના યુવા બાબતો અને રમત-ગમત વિભાગ દ્વારા સંઘ સ્‍તરીય સ્‍પર્ધામાં ભાગ લેવા માટે દમણ જિલ્લામાં જિલ્લા સ્‍તરીય આંતરશાળા રમત-ગમત સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં વિવિધ રમતોના માધ્‍યમથી આવનાર યુવાન પેઢીને માનસિક આરોગ્‍યની સાથે સાથે શારીરિક તંદુરસ્‍તીના પ્રત્‍યે પ્રેરિત કરવામાં આવી રહી છે.
દમણ જિલ્લા આંતરશાળા રમત-ગમત સ્‍પર્ધામાં એથ્‍લેટિક્‍સ(અંડનર 14, 17 અને 19 બોયઝ) સ્‍પર્ધામાં 100 મીટર, 200 મીટર, 400 મીટર, 600 મીટર, 800 મીટર, 1500 મીટર, 3000મીટર દોડ અને 4×100 મીટર રિલે, 4×400 મીટર રીલે દોડ, શોટપુટ, જેવલિન થ્રો, ઊંચી કૂદ અને લાંબી કૂદ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જિલ્લા સ્‍તરીય સ્‍પર્ધાના પસંદગી પામેલા ખેલાડી સંઘ સ્‍તરીય સ્‍પર્ધામાં દમણ જિલ્લાનું પ્રતિનિધિત્‍વ કરતા નજરે પડશે.

Related posts

દાનહ સાયલી ગામે આંગણવાડી કાર્યકર્તાઓ માટે ભેટ અને શાળાના વિદ્યાર્થીઓ માટે માસ્‍ક અને હેન્‍ડ સેનિટાઇઝર્સનું વિતરણ કરાયું

vartmanpravah

આંબોલી ગ્રામ પંચાયતના આંબોલી ગામમાં ‘સરકાર તમારા ઘર પર’ શિબિર યોજાઈ

vartmanpravah

વાપી ગુંજનમાં રખડતા જાનવરોએ જાહેર રોડ ઉપર રેસ લગાવતા ભયનો માહોલ છવાયો

vartmanpravah

આજે દમણમાં 18, દાનહમાં 16 અને દીવમાં 02 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા: સંઘપ્રદેશ પ્રશાસને પણ અગમચેતીના પગલાં રૂપે સતર્કતાના અનેક પગલાં પણ ભર્યા છે

vartmanpravah

બાંગ્‍લાદેશના ડેપ્‍યુટી હાઈ કમિશનર શૈલી સાલેહીન અને સામાજિક સચિવ શબરે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

181-કપરાડા વિધાનસભામાં પ્રિસાઈડીંગ અને આસિસ્‍ટન્‍ટ પ્રિસાઈડીંગ ઓફિસરોને તાલીમ અપાઈ

vartmanpravah

Leave a Comment