June 13, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની 12 અને 13મી નવેમ્‍બરે પ્રસ્‍તાવિત સંઘપ્રદેશની મુલાકાતને નજર સમક્ષ રાખી સેલવાસમાં ચાલી રહેલી સ્‍વાગત માટેની તડામાર તૈયારીઃ પોલીસ વિભાગ દ્વારા લોકોનું કરાઈ રહેલું વેરીફિકેશન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10 : આગામી તા. 12 અને તા.13મી નવેમ્‍બર, 2024ના મંગળવાર અને બુધવાર એમ બે દિવસ દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની મુલાકાતે આવી રહ્યા છે. ત્‍યારેતેમના અવિસ્‍મરણીય અને ઐતિહાસિક સ્‍વાગત માટે તથા તેમના હસ્‍તે થનાર વિવિધ યોજનાઓના ઉદ્‌ઘાટનની તૈયારીઓનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં છેલ્લા ઘણાં સમયથી ખખડધજ બનેલા રસ્‍તાઓની મરામ્‍મતનું કામ પણ કરવામાં આવી રહ્યું છે. સેલવાસમાં ઝંડાચોક શાળા, સેલવાસ નરોલી રોડ દમણગંગા નદીનો નવો બ્રિજ, રીંગરોડ બ્રિજના નીચે ગેમિંગ ઝોન, નરોલી ગામે ગ્રામ પંચાયત ઘર સહિતના સ્‍થળોએ સુંદર સાજ-શણગાર કરવામાં આવી રહ્યો છે. મહામહિમ રાષ્ટ્રપતિશ્રીના કાફલાવાળા માર્ગના બન્ને તરફના દુકાનદારો અને ઘરોમાં રહેતા લોકોનું પોલીસ વિભાગ દ્વારા વેરિફિકેશન પણ કરવામાં આવી રહ્યું છે.

Related posts

વાપી જીઆઈડીસીમાંનોટિફાઈડ દ્વારા કાર્યરત કરાયેલ જાહેર સુલભ શૌચાલય છ મહિનાથી અસુલભ બની રહ્યું છે

vartmanpravah

ગુજરાત એસ.એસ.સી. બોર્ડની પરીક્ષાનું દાદરા નગર હવેલીનું 59.70ટકા પરિણામ: ગત વર્ષની સરખામણીમા 10.27 ટકાનો થયેલો સુધારો

vartmanpravah

વિજયોત્સવ મનાવવામાં આવ્યો

vartmanpravah

સેલવાસના દત્ત મંદિર ખાતે રંગ જયંતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

કપરાડા કરચોંડમાં તુલસી નદીના કોઝવે પર પાણી ફરી વળતાં અંતિમ સંસ્‍કાર માટે શબ કેડ સમા પાણીમાંથી લઈ જવા લોકો લાચાર

vartmanpravah

લાંબા સમયથી ભારે વરસાદના કારણે મધુબન ડેમમાંથી 2.5 લાખ ક્‍યુસેક પાણી છોડવાના કારણે 8 લોકો દમણગંગા નદીમાં ફસાયા

vartmanpravah

Leave a Comment