October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા ભાજપ ‘‘સંગઠન પર્વ 2024” ના ચૂંટણી અધિકારી તરીકે સુરત ભાજપના આગેવાન રાજેશભાઈ દેસાઈની નિમણૂક કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: કેન્‍દ્રીય જળ શક્‍તિ વિભાગના કેબિનેટ મંત્રી, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્‍વી અધ્‍યક્ષ આદરણીય શ્રી સી. આર. પાટીલજી, સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્‍નાકરજીનીસુચના અને માર્ગદર્શન મુજબ વલસાડ જિલ્લા ભાજપ સંગઠન પર્વ 2024 ના ચૂંટણી અધિકારી તરીકે સુરત ભાજપના આગેવાન શ્રી રાજેશભાઈ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે.
સુરત સહીત દક્ષિણ ગુજરાતમાં બહુમુખી વ્‍યક્‍તિત્‍વ ધરાવતા શ્રી રાજેશભાઈ દેસાઈની વલસાડ જિલ્લા સંગઠન પર્વ 2024 ના ચૂંટણી અધિકારી તરીકે પ્રદેશ અધ્‍યક્ષ આદરણીય શ્રી સી. આર. પાટીલજી દ્વારા નિમણૂક કરવામાં આવી છે, શ્રી રાજેશભાઈ દેસાઈ ભાજપ સ્‍થાપના કાળ (1980) થી સક્રિય રાજકારણમાં રહી અનેકવિધ સંગઠનાત્‍મક, ચૂંટણીલક્ષી તેમજ વહીવટી જવાબદારી સફળતાપૂર્વક પરિણામલક્ષી વહન કરી ચુકયા છે અને આજે પણ તેઓશ્રી ડાંગ જિલ્લા ભાજપના સંગઠન પ્રભારી તરીકે તથા દક્ષિણ ગુજરાત પ્રદેશ ભાજપના મીડિયા કન્‍વીનર તરીકે પ્રશંસનીય કામગીરી નિભાવી રહ્યા છે.
ગુજરાતના શિક્ષણ જગતમાં પણ શ્રી રાજેશભાઈ દેસાઈનું આગવું યોગદાન રહ્યું છે તેઓ શ્રી ગુજરાત માધ્‍યમિક શિક્ષક સંઘ મહામંડળ અમદાવાદના પ્રમુખ, ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના સભ્‍ય, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્‍ય, તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના ચેરમેન તરીકે મહત્‍વની જવાબદારી નિભાવી લોકપ્રિયતા હાંસલ કરી હતી.
ગુજરાતની મહત્‍વની સંસ્‍થા જી.પી.એસ.સી. (ગુજરાત જાહેરસેવા આયોગ ગાંધીનગર) માં પણ પસંદ થયેલ શ્રી રાજેશભાઈ દેસાઈ અનાવીલ સમાજની વટવૃક્ષ સમી સંસ્‍થા શ્રી દયાળજી અનાવીલ કેળવણી મંડળ સુરતના ટ્રસ્‍ટી પ્રમુખ તરીકે કાર્યરત રહી સંસ્‍થા, સમાજના સર્વાંગી વિકાસ માટે મહત્‍વની ભૂમિકા નિભાવી રહ્યા છે.
વલસાડ જિલ્લા ભાજપ ‘‘સંગઠન પર્વ 2024” ના ચૂંટણી અધિકારી તરીકે શ્રી રાજેશભાઇ દેસાઈની નિમણૂક થતા વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા દ્વારા જિલ્લા ભાજપ પરિવાર વતી એમને આવકાર સાથે નિયુક્‍તિ બદલ અભિનંદન પાઠવવામાં આવ્‍યા છે.

Related posts

દમણની જિલ્લા શિક્ષણ અને તાલીમ સંસ્‍થા દ્વારા નવનિયુક્‍ત બ્‍લોક રિસોર્સ કો-ઓર્ડિનેટર, ક્‍લસ્‍ટર કો-ઓર્ડિનેટર અને બ્‍લોક રિસોર્સ પર્સન માટે ઓરિએન્‍ટેશન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ નંદાવાલા હાઈવે ઉપર બ્રેઝા કાર પલટી મારી ગઈ : 6 માસની બાળકી સહિત પરિવારનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

કુટણખાનું ચાલતું હોવાની બાતમીના આધારે ચીખલીના દેગામમાં સરપંચ અને ગ્રામજનોએ છાપો મારતા એક કપલ મળી આવતા મચેલો હોબાળો

vartmanpravah

અંભેટીથી વાપી કંપનીમાં થર્ડ સિફટમાં નોકરીએ જવા નિકળેલ યુવાનની બાઈક ઝાડ સાથે ભટકાતા મોત

vartmanpravah

vartmanpravah

ગુજરાતભરમાં નકલીની ભરમાર વચ્‍ચે વલસાડ સ્‍ટેશનથી નકલી ટી.સી. ઝડપાયો

vartmanpravah

Leave a Comment