Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની કંપની દ્વારા પ્રદૂષિત પાણી ડ્રેનેજમાં છોડવાની ફરિયાદો બાદ જીપીસીબીએ ડ્રેનેજ પાણીના સેમ્‍પલ લીધા

થર્ડ ફેઈઝમાં આવેલ અનુપમ કંપની દ્વારા પ્રદૂષિત પાણી ગટરમાં છોડવામાં આવતું હતું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વાપી ઔદ્યોગિક વસાહત પ્રદૂષણ મામલે વારંવાર ચર્ચામાં રહે છે. કેટલીક કંપનીઓ બેરોકટોક પ્રદૂષણ ફેલાવતી રહે છે તેવી થર્ડ ફેઝમાં કાર્યરત એક કેમિકલ કંપની દ્વારા પ્રદૂષિત પાણી ડ્રેનેજમાં છોડવામાં આવી રહેલું હોવાની વ્‍યાપક ફરિયાદો બાદ જી.પી.સી.બી. એકશનમાં આવી છે. કંપનીની ડ્રેનેજમાંથી પ્રદૂષિત પાણી ચકાસણી માટે સેમ્‍પલ લેવામાં આવ્‍યા છે.
વાપી જી.આઈ.ડી.સી. થર્ડફેઝ વિસ્‍તારમાં કાર્યરત અનુપમ કેમિકલ કંપની દ્વારા પ્રદૂષિત પાણી ડ્રેનેજમાં બારોબાર નિકાલ કરવામાં આવી રહ્યો હતો. મીડિયા તથા અન્‍ય લોકોની વ્‍યાપક ફરિયાદો, અહેવાલો બાદ અંતેજી.પી.સી.બી.એ આળસ ખંખેરીને કંપની દ્વારા ડ્રેનેજમાં છોડાઈ રહેલ પ્રદૂષિત પાણીના સેમ્‍પલ લેવાયા હતા. આ સેમ્‍પલો વડી કચેરી ગાંધીનગરમાં મોકલાયા છે. સેમ્‍પલ રિપોર્ટ બાદ આગામી કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળ્‍યું છે. અલબત્ત હંમેશાં થતું આવ્‍યું છે તેમ જી.પી.સી.બી. દ્વારા પાછળથી ઢાંકપિછોડો રાબેતા મુજબ કરવામાં આવશે તેવું ઉદ્યોગ વર્તુળોની ચર્ચામાં ચર્ચાઈ રહ્યું છે. કારણ કે જી.પી.સી.બી. દ્વારા સખ્‍ત કાર્યવાહી અપવાદ કેસોમાં કરવામાં આવી છે તે જગજાહેર છે.

Related posts

આ બ્રિજના કામ કયારે પુરા થશે વાપીની જનતાની પરીક્ષા ના લો : વાપી વિચાર મંચે હોર્ડિંગ્‍સ લગાવ્‍યા

vartmanpravah

વટાર પ્રાથમિક શાળાના શિક્ષિકા તેજસ્‍વી પટેલની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી

vartmanpravah

યુપીની 21 વર્ષીય યુવતી ભૂલથી વાપી આવી પહોંચી, સખી વન સ્‍ટોપ સેન્‍ટરે પરિવાર સાથે મેળાપ કરાવ્‍યો

vartmanpravah

કપરાડા તાલુકાના સુખાલા ગામના સરપંચ-ડેપ્‍યુટી સરપંચ સત્તારૂઢ થયાં

vartmanpravah

આઝાદ ભારતમાં 1951 થી અત્‍યાર સુધીમાં લોકસભાની 17 ચૂંટણીમાં વલસાડ બેઠકનો દબદબો    

vartmanpravah

સમગ્ર શિક્ષા અને શિક્ષણ વિભાગ દીવની પહેલ હેઠળ વણાંકબારાની સરકારી હાયર સેકન્‍ડરી ગર્લ્‍સ સ્‍કૂલમાં માધ્‍યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે યોજાયેલો સમર કેમ્‍પ કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment