Vartman Pravah
Breaking NewsOtherખેલગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આજે દાનહ અને દમણ-દીવની ફૂટબોલ ટીમ નેશનલ ચેમ્‍પિયનશીપની સંતોષ ટ્રોફીની મેચ રમવા જયપુર જવા પ્રસ્‍થાન કરશે

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ફૂટબોલ એસોસિએશનના વિકાસ અને યુવાનોની પ્રતિભાને રમતના માધ્‍યમથી ખિલવવા કરેલા પ્રયાસની દાનહ અને દમણ-દીવ ફૂટબોલ એસોસિએશનના ચેરમેન અમિત ખેમાણીએ કરેલી સરાહના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
દમણ, તા.11 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ ફૂટબોલ એસોસિએશનની ટીમ આવતી કાલ તા.12મી નવેમ્‍બરના સાંજે જયપુર ખાતે 78મી નેશનલ ફૂટબોલ ચેમ્‍પિયનશીપની પ્રતિષ્‍ઠિત સંતોષ ટ્રોફીની ટુર્નામેન્‍ટ રમવા માટે રવાના થઈ રહી છે. તેના અનુસંધાનમાં આજે સેલવાસ ખાતે દાદરા નગર હવેલી અને દમણ-દીવ ફૂટબોલ એસોસિએશનના ચેરમેન શ્રી અમિત ખેમાણીના અધ્‍યક્ષ સ્‍થાને પ્રદેશની ફૂટબોલ ટીમના ખેલાડીઓ, મેનેજર, કોચ અને ફિઝિયોથેરેપીસ્‍ટના હોંશલાને બુલંદ કરવા માટે સન્‍માન સમારંભનું આયોજન પ્રદેશના સ્‍પોર્ટ્‍સ વિભાગના ડાયરેક્‍ટર સહ સંયુક્‍ત સચિવ શ્રી અરૂણ ગુપ્તાના અતિથિ વિશેષ પદે કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે દાદરા નગર હવેલી અને દમણ-દીવ ફૂટબોલ એસોસિએશનના ચેરમેન અને પ્રસિદ્ધ ઉદ્યોગપતિ શ્રી અમિત ખેમાણીએ પોતાના સ્‍વાગત વક્‍તવ્‍યમાં આ ટુર્નામેન્‍ટમાં આપણાં ખેલાડીઓ દરેક મેચમાં સારૂં પ્રદર્શન કરશે એવી શુભકામના વ્‍યક્‍ત કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવમાંથી પ્રદેશની ટીમ માટે 22 ખેલાડીઓની તેમની રમત અને સમર્પણને જોઈ સિલેક્‍ટરોએ પસંદગી કરી છે. તેમણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ફૂટબોલ એસોસિએશનના વિકાસ અને યુવાનોની પ્રતિભાને રમતના માધ્‍યમથી ખિલવવા કરેલા પ્રયાસનીસરાહના કરી હતી. તેમણે સેલવાસ ગ્રાઉન્‍ડની ફાળવણી કરવા બદલ સ્‍પોર્ટ્‍સ વિભાગનો પણ આભાર પ્રગટ કર્યો હતો.
આ પ્રસંગે પ્રદેશના સ્‍પોર્ટ્‍સ ડાયરેક્‍ટર સહ સંયુક્‍ત સચિવ શ્રી અરૂણ ગુપ્તાએ જણાવ્‍યું હતું કે, યુવાનોને રમત-ગમત દ્વારા પોતાની કારકિર્દીના ઘડતર માટે ભારત સરકાર અનેક પ્રયાસો કરી રહી છે. તેમણે દાનહ અને દમણ-દીવ ફૂટબોલ એસોસિએશન દ્વારા ફૂટબોલની રમત માટે કરવામાં આવી રહેલા પ્રયાસની સરાહના કરી હતી.
આ પ્રસંગે ખેલાડીઓને કિટનું પણ વિતરણ કરવામાં આવ્‍યું હતું.

દાનહ અને દમણ-દીવની ફૂટબોલ ટીમની પહેલી મેચ 16મી નવેમ્‍બરે ગુજરાત સામે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.11 : દાદરા નગર હવેલી અને દમણ-દીવની ટીમ રાજસ્‍થાનના જયપુર ખાતે 78મી નેશનલ ફૂટબોલ ચેમ્‍પિયનશીપ માટે સંતોષ ટ્રોફી 2024-‘25ની ગ્રુપ-1ની પહેલી મેચ 16 નવેમ્‍બર, 2024ના રોજ જયપુરના રોયલ એફ.સી. સ્‍ટેડિયમ ખાતે ગુજરાત સામે રમશે. ત્‍યારબાદ 18મી નવેમ્‍બરે મહારાષ્‍ટ્ર સાથે અને 20મી નવેમ્‍બરે રાજસ્‍થાન જોડે પોતાનું પ્રદર્શન કરશે.
આવતી કાલે પ્રદેશની 22 ખેલાડીઓની ફૂટબોલ ટીમ સાથે ટીમ મેનેજર તરીકે શ્રી અલ્‍તમાસ નઈમ શેખ, હેડ કોચ તરીકે શ્રી અબુ ઓસામા શેખ અને સહાયક કોચ તરીકે શ્રી અજેન્‍દ્ર ત્રિપાઠી અને ફિઝિયોથેરેપીસ્‍ટતરીકે શ્રી યશ નાયકવાડ પણ જયપુર જવા માટે જોડાશે.

Related posts

બગવાડા ટોલ નાકા પાસે લાયસન્‍સ વિના તલવારનું વેચાણ કરતા ઈસમોને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

‘‘દુષ્‍કર્મના હત્‍યારાને ફાંસીથી ઓછી સજા નહીં”ની માંગ સાથે પારડી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મૌન રેલી અને કેન્‍ડલ માર્ચ યોજાઈ

vartmanpravah

દાનહ પોલીસે લૂંટની ઘટનામાં સામેલ ત્રણ આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

સંઘપ્રદેશ ભાજપના મહામંત્રી જીગ્નેશ પટેલના હસ્‍તે ‘શ્રી દમણ જિલ્લા માહ્યાવંશી સમાજ’ હોલના નવા શેડના નિર્માણ માટે કરાયું ખાતમુહૂર્ત

vartmanpravah

પારડી ખાતે નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે સામાજિક અધિકારીતા શિબિરમાં 1696 દિવ્‍યાંગોને નિઃશુલ્‍ક સહાય વિતરણ કરાયું

vartmanpravah

મોટી દમણની દમણવાડા ગ્રા.પં. ખાતે જીએસટી કેમ્‍પ યોજાયો

vartmanpravah

Leave a Comment