June 30, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આજે સેલવાસ ખાતે મહામહિમ રાષ્‍ટ્રપતિ પ્રબુદ્ધ નાગરિકોની સભાને સંબોધશે

આજે મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દાનહના સેલવાસ ખાતે રૂા.75 કરોડના ખર્ચે નિર્મિત સ્‍વામી વિવેકાનંદ વિદ્યા મંદિરનું લોકાર્પણ કરશે

સાયલી ખાતે નમો મેડિકલ ઈન્‍સ્‍ટિટયૂટ અને રિસર્ચ સેન્‍ટરની મુલાકાત સાથે એમબીબીએસના વિદ્યાર્થીઓ સાથે ગુફતેગુ પણ કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.12 : મહામહિમ રાષ્‍ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ સંઘપ્રદેશ મુલાકાતના બીજા દિવસે બુધવારે સાયલી ખાતે આવેલ નમો મેડિકલ ઈન્‍સ્‍ટિટયૂટ અને રિસર્ચ સેન્‍ટરની મુલાકાત લઈ એમ.બી.બી.એસ.નો અભ્‍યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરશે. તેઓ આવતી કાલે સેલવાસ ઝંડા ચોક ખાતે રૂા.75 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ સ્‍વામી વિવેકાનંદ વિદ્યા મંદિરનું લોકાર્પણ કરશે અને રૂા.3 કરોડના ખર્ચે ઓવરબ્રિજનીચે બનાવવામાં આવેલ ગેમિંગ ઝોનના બીજા ફેઝનું લોકાર્પણ કરશે.
સેલવાસ ઝંડાચોક ખાતે સ્‍વામી વિવેકાનંદ વિદ્યા મંદિરના લોકાર્પણ બાદ એક જાહેર કાર્યક્રમમાં પ્રદેશના પ્રબુદ્ધ નાગરિકોને પણ સંબોધશે.

Related posts

ચીખલીના ઢોલુમ્‍બર પ્રા.શાળાના આચાર્ય સામે ગુનો દાખલઃ તપાસ માટે શાળાએ પહોંચેલા ડીડીઓ સમક્ષ ગ્રામજનોએ આચાર્યની તાત્‍કાલિક બદલી કરવા કરેલી માંગ

vartmanpravah

અતિવૃષ્‍ટિને લઈ વલસાડ, ધરમપુર, કપરાડા તાલુકાની સ્‍કૂલ-કોલેજ સોમવારે બંધ રહી

vartmanpravah

લાયન્‍સ પરિવાર દમણ દ્વારા હોટલ રિવાન્‍ટા પાસેના ફૂડ એટીએમમાં ફ્રૂટ્‍સ, નાસ્‍તો, કેક વગેરે અર્પણ કરી જરૂરિયાતમંદોને કરેલી મદદ

vartmanpravah

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર વિશ્વ મધમાખી દિવસનો રાષ્ટ્રીય કાર્યક્રમ 20 મેના રોજ ગુજરાતમાં ઉજવાશે

vartmanpravah

સમગ્ર ગુજરાતમાં એસટી વિદ્યાર્થીઓને સરકારના ફ્રી શીપકાર્ડ બંધ કરવાના પરિપત્રથી વાલી-વિદ્યાર્થીઓ મુશ્‍કેલીમાં

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નિર્દેશ અને માર્ગદર્શન મુજબ થ્રીડીમાં જેનરિક મેડિસિનને પ્રોત્‍સાહન આપવા દરેક ખાનગી દવા વિક્રેતાઓ સાથે આરોગ્‍ય નિર્દેશક ડો. વી.કે.દાસે કરેલી બેઠક

vartmanpravah

Leave a Comment