December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વલસાડમાં નેશનલ પ્રેસ-ડેની ઉજવણી નિમિત્તે પ્રેસ સેમિનાર યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.15: ગુજરાત પ્રેસ અકદામી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી, વલસાડના સંયુક્‍ત ઉપક્રમે નેશનલ પ્રેસ-ડેની ઉજવણી નિમિત્તે પ્રેસ સેમિનારનું આયોજન વલસાડના તિથલ રોડ પર સ્‍થિત ઈચ્‍છાબા અનાવિલ સમાજની વાડીમાં તા.16 નવેમ્‍બરના રોજ સવારે 9 કલાકે કરવામાં આવ્‍યું છે.
દર વર્ષે આજની તારીખે નેશનલ પ્રેસ ડેની ઉજવણી કરવામાં આવે છે. જેનો હેતુ લોકોને પ્રેસના મહત્‍વ અંગે જાણકારી આપવાનો છે. આજે દેશમાં પત્રકારત્‍વનું ક્ષેત્ર વ્‍યાપક બન્‍યું છે. પત્રકાર જનજન સુધી માહિતી પહોચાડવાનુંમહત્‍વનું મીડિયમ ગણાય છે. આજના દિવસે પ્રેસની સ્‍વતંત્રતા અને જવાબદારીઓ તરફ લોકોનું ધ્‍યાન દોરવામાં આવે છે. તા.16 નવેમ્‍બર 1966 ના રોજ પ્રેસ કાઉન્‍સિલ ઓફ ઈન્‍ડિયાની સ્‍થાપના થતા તેની યાદમાં રાષ્‍ટ્રીય પ્રેસ દિવસની દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2024ની થીમ ‘‘ચેન્‍જિંગ નેચર ઓફ પ્રેસ” રાખવામાં આવી છે.
નેશનલ પ્રેસ-ડેની ઉજવણી નિમિત્તે યોજાનાર આ પ્રેસ સેમિનારમાં જિલ્લા કલેકટરશ્રી એન.એન.દવે મુખ્‍ય અતિથિ વિશેષ પદે ઉપસ્‍થિત રહેશે. જ્‍યારે અતિથિ વિશેષ તરીકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરનરાજ વાઘેલા અને સંયુક્‍ત માહિતી નિયામકશ્રી અમિત ગઢવી ઉપસ્‍થિત રહેશે. વક્‍તા તરીકે નિવૃત્ત સંયુક્‍ત માહિતી નિયામકશ્રી સેસિલ ક્રિસ્‍ટી અને ગુજરાત ગાર્ડિયન દૈનિકના તંત્રીશ્રી મનોજ મિષાી ઉપસ્‍થિત રહેશે.

Related posts

સંઘપ્રદેશમાં ડીડીડી એડવાન્‍સ બોક્‍સિંગ એસોસિએશનની સ્‍થાપનાઃ સ્‍થાપક પ્રમુખ બનેલા શિવમકુમાર પટેલ

vartmanpravah

એલ ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ, અમદાવાદ ખાતે યોજાયેલ નેશનલ લેવલ ટેકફેસ્ટ LAKSHYA 2K23માં જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરના ઇનોવેશન હબની ટીમ રોબો રેસ સ્પર્ધામાં વિજેતા

vartmanpravah

ભાજપ દ્વારા આયોજીત ‘સંવિધાન ગૌરવ અભિયાન’ અંતર્ગત આયોજીત કાર્યક્રમમાં આજે સેલવાસના આંબેડકર નગર ખાતે રાજ્યસભાના સાંસદ અને યુ.પી. સરકારના પૂર્વ ડી.જી.પી. બ્રીજ લાલ માર્ગદર્શન આપશે

vartmanpravah

વાપી માર્કેટમાં બાઈક પાર્ક કરી બેઠેલા યુવાનને કાર ચાલકે રીવર્સ મારતા ઉડાડયો, બાલ બાલ બચ્‍યો

vartmanpravah

વલસાડ કાંઠાના ચાર ગામોમાં પૂનમની ભરતીએ તબાહી સર્જી : ઘરો બે થી ત્રણ ફૂટ પાણીમાં તરતા થયા

vartmanpravah

પારડી તથા મોતીવાડા ખાતે થયેલ મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલાયો

vartmanpravah

Leave a Comment