October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષ કેદની સજા અને ચેકની બમણી રકમ ચૂકવવાનો આદેશ આપ્‍યો

ગોકુલ વિહારમાં રહેતા આરોપી મનિષ ભગવાન મિસ્ત્રીઍ મિત્ર પાસેથી ધંધા માટે ૧૫ લાખ ઉછીના લીધા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વાપી કોર્ટે એક ચેક રિટર્ન કેસની સુનાવણીમાં આરોપીને બે વર્ષ કેદની સજા તથા ચેકની બમણી રકમ ચુકવવાનો નામદારકોર્ટે ચુકાદો આપ્‍યો હતો.
વાપી ચલા મુક્‍તાનંદ માર્ગ મહેશ્વરી ભવન પાસે રહેતા અવિનાશ ડાહ્યાભાઈ પટેલએ તેમના મિત્ર હાઈવે ગોકુલવિહાર સોસાયટીમાં રહેતા મનિષ ભગવાનભાઈ સુથારને બે તબક્કામાં 15 લાખ રૂપિયા ઉછીના આપ્‍યા હતા. હાઈવે ચાલતા પવન ઈન્‍ડસ્‍ટ્રીઝના કામ હેતુ મનિષ સુથારે મિત્ર અવિનાશ પાસે રૂા.5 લાખ માંગ્‍યા હતા જે આરટીજીએસથી ગત તા.19-1-2017માં આપ્‍યા હતા. ત્‍યાર બાદ વધુ પૈસાની મનિષ સુથારને જરૂર પડતા બીજા રૂા.10 લાખ ઉછીના માગ્‍યા હતા. જે 6 મહિનામાં ચુકવી આપવાનું જણાવેલ તે પેટે તેમણે અવિનાશભાઈને ચેક આપ્‍યા હતા. સદર લેવડદેવડ પેટે આપેલા ચેક પૈકી રૂા.7 લાખના ચેક બાઉન્‍સ થયા હતા. તે નાણા આપનાર અવિનાશ પટેલએ તેમના મિત્ર મનિષ સુથાર વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવી હતી. આ કેસની સુનાવણી વાપી કોર્ટમાં ચાલી હતી. જેમાં નામદાર જજ પઠાણએ આરોપીને તકસીરવાર ઠરાવીને બે વર્ષની કેદ અને ચેકથી બમણી રકમ ચુકવવાનો હૂકમ કર્યો હતો.

Related posts

દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્‍તારના કૌંચા ગામના આદિવાસી નવયુવાન શૈલેષ ગાવિતની બી.એસ.એફ.માં પસંદગી થતાં સમગ્ર ગામમાં આનંદ અને ખુશીનું વાતાવરણઃ ગામલોકોએ કરેલું વિશેષ સન્‍માન

vartmanpravah

વાપી ચણોદ ખાતે આવેલી અથર્વ પબ્‍લિક સ્‍કૂલનો એન્‍યુઅલ ડે ઉજવાયો

vartmanpravah

રખોલી-સાયલી રસ્‍તા પર પડેલા મોટા મોટા ખાડાઓના કારણે વાહનચાલકો-રાહદારીઓને પરેશાન

vartmanpravah

થર્ટી ફર્સ્‍ટને લઈ પોલીસ અને બુટલેગરો વચ્‍ચે લાગી હોડ: 3 લાખના દારૂ સહિત 8 લાખના મુદ્દામાલ સાથે રીઢા ગુનેગારને દબોચતી વલસાડ એલસીબી

vartmanpravah

દમણ-દાનહમાં સતત વરસી રહેલો ધોધમાર વરસાદઃ દાનહમાં સાત ઇંચથી વધુ વરસાદ ખાબક્‍યો

vartmanpravah

નવસારી વેજલપોર ખાતે મરાઠી પ્રાથમિક શાળામાં બેંક ઓફ બરોડા દ્વારા ચિત્રકલા સ્‍પધાનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

Leave a Comment