(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.15: આજરોજ તા.15/11/2024 ના દિને ક્રાંતિકારી બિરસા મુંડાની જન્મ જયંતીની ઉજવણી ક્રાંતિકારી બિરસા મુંડા સર્કલ ધરમપુર ખાતે આદિવાસી એકતા ઘેરીયા મંડળ વાંકળદોણી ફળિયા ગ્રુપ અને સમસ્ત આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી હતી.
જ્યાં સાઈનાથ હોસ્પિટલના ડોક્ટર હેમંત પટેલ, સામાજિક અગ્રણી વિજય કટારા, આદિવાસી એકતા પ્રમુખ યોગેશ ગરાસીયા, વકીલસિંહ અજીતભાઈ ગરાસીયા, વિકાસ યાદવ, ધીરજ પટેલ, ઉત્તમ ગરાસિયા, કમલેશ પટેલ, ચેતનભાઈ, વિનોદભાઈ, સુનિલભાઈ સહીત અને આજુબાજુ વિસ્તારમાંથી મોટી સાથે મળી ક્રાંતિકારીબિરસાની જન્મ જયંતીની બિરસાની પ્રતિમાને હાર-દોરા કરી ઉજવણી કરી હતી.