(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.15: કપરાડા તાલુકાના કરચોંડ જિલ્લા પંચાયતમાં આવતાં ગામોમાં કપરાડા મત વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના ઉપસ્થિતિમાં કરચોંડ, વારોલીજંગલ, બુરવડ, ફતેપુર, પિપરોની જેવા ગામોમાં રસ્તાનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રસ્તાનું ખાતમુહૂર્ત કરતા ગામના લોકોમાં ખુશી જોવા મળી હતી. ગામોના લોકો દ્વારા જીતુભાઈ ચૌધરીનો આભાર માન્યો હતો. ખાતમુહૂર્ત પ્રસંગે કરચોંડ જિલ્લા પંચાયતના સભ્ય ભગવાનભાઈ બાતરી ગામના આગેવાનો અને અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

