July 21, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી નગપાલિકાનાં વોર્ડ નંબર બે માં બે ફેરફારો: SC ની બેઠક મહિલાઓ માટે અનામત જ્‍યારે ST મહિલાની જગ્‍યાએ ST પુરુષ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.17: ગુજરાત રાજ્‍યની 70 જેટલી નગરપાલિકાઓમાં છેલ્લા બે વર્ષથી સમય આવરધા પૂર્ણ થતા આ તમામ નગરપાલિકાઓમાં વહીવટદાર દ્વારા સંચાલન થઈ રહ્યું છે. પરંતુ હાલમાં જ ચૂંટણી પંચ દ્વારા નગરપાલિકાઓના વિવિધ વોર્ડની બેઠકોની ફાળવણી અંગેનું જાહેરનામું બહાર પાડતા હવે ટૂંકમાં જ ચૂંટણી યોજાશે એવું લાગી રહ્યું છે જેને લઇ ભાજપ અને કોંગ્રેસ સહિત અનેક રાજકીય પક્ષો આ સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીની તૈયારીમાં લાગી ચૂકયા છે.
પારડી નગરપાલિકામાં ચૂંટણી આયોગ દ્વારા આ વખતે નગરપાલિકાના સાત વોર્ડ પૈકી બે નંબરના બોર્ડમાં બે જેટલા ફેરફારો કરવામાં આવ્‍યા છે જેમાં અનુસૂચિત જાતિ (એસ.સી)ની બેઠક જે પુરુષોની હતી તેની જગ્‍યાએ મહિલા અનામત તરીકે ફાળવવામાં આવી છે તેવી જ રીતે અનુસૂચિત આદિજાતિ(એસ.ટી) મહિલાની બેઠક હવે અનામત કે બિન અનામત થતાં એસ.ટી પુરુષો માટેનો માર્ગ ખુલ્લો થયો છે તેવી જ રીતે ઓબીસી એટલે કે પછાત વર્ગની 27% અનામત થતા પાંચ સીટોની ફાળવણી પૈકી વોર્ડ નંબર એક અને ચારમાં મહિલા અનામત અને ત્રણ, પાંચ અને સાત નંબરના વોર્ડમાં અનામત કે બિન અનામત તરીકે ફાળવવામાં આવતા ઓબીસી પુરુષો માટેની ત્રણ બેઠકો મળી કુલ પાંચ બેઠકો ઓબીસી વર્ગને ફાળવવામાં આવી છે. આમ એસ.સી મહિલાની એક સીટ, એસ.ટી.ની આઠ સીટો અને ઓ.બી.સી.ની પાંચ સીટો અને 14 સીટો સામાન્‍ય મળી કુલ સાત વોર્ડમાં 28 સીટોની ફાળવણી કરવામાં આવી છે જેમાં 14 મહિલા અને 14 પુરુષો માટેની સીટો હશે.

Related posts

બામણવેલની વિધવા મહિલા સાથે પ્રેમ સંબંધ રાખવાનું તાલુકા પંચાયતના સભ્‍યને ભારે પડયું

vartmanpravah

વલસાડ જિલ્લામાં નવા 1.48 લાખ મતદારો નોંધાયા, જેમાં 17 હજાર યુવા મતદારો : કુલ 1316598 મતદારો

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં કરુણા અભિયાનનો પ્રારંભ

vartmanpravah

સેલવાસની એક ચાલીના બંધ રૂમમાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર

vartmanpravah

કપરાડા કુંભઘાટ ઉપર કપાસ ભરેલી ટ્રક પલટી મારી જતા અકસ્‍માત સર્જાયો: ડ્રાઈવર-ક્‍લિનરનો અકસ્‍માતમાં આબાદ બચાવ થયો

vartmanpravah

પારડી વિશ્રામ હોટલ સામે ટ્રાફિક જામ કરી દારૂ ભરેલી વેન્‍યુ કાર પોલીસે ઝડપી

vartmanpravah

Leave a Comment