October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચણોદ ગુરુદ્વારામાં ગુરુનાનકજીની 555મી જન્‍મ જયંતિની ધામધૂમથી કરાયેલી ભવ્‍ય ઉજવણી

રક્‍તદાન, મેડીકલ ચેકઅપ કેમ્‍પ અને લંગરનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: વાપી સેલવાસ રોડ ચણોદ સ્‍થિત ગુરુદ્વારામાં શિખ સમુદાય દ્વારા ગુરુનાનકની ઉજવણી 555મી જન્‍મ જયંતિની ધામધુમથી કરવામાં આવી હતી.
સમસ્‍ત શિખ સમાજના ધર્મગુરુ શ્રી નાનકદેવજીની 555મી જન્‍મ જયંતિની ઉજવણી વાપી ગુરુદ્વારામાં કરવામાં આવી હતી. ઉજવણીમાં સંતવાણી, ભજનો સાથે રક્‍તદાન કેમ્‍પ, મેડીકલ કેમ્‍પ, મફત કેન્‍સર નિદાન જેવી સેવાકીય પ્રવૃત્તિઓના આયોજન સાથે નાનક જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પંજાબ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા લંગરનું પણ ખાસ આયોજન કરવામાં આવ્‍યું હતું. નાનકદેવની જયંતિની ઉજવણીમાં મોટી સંખ્‍યામાં ભાઈઓ, બહેનો અને બાળકો ઉપસ્‍થિત રહ્યા હતા. શિખ સંપ્રદાય માટે ગુરુનાનક દેવજીની જન્‍મ જયંતિનો અતિ મહિમા હોવાથી શિખોદ્વારા ખુબ આસ્‍થા અને ધામધૂમ પૂર્વક નાનક જયંતિની ઉજવણી કરી હતી.

Related posts

અત્‍યંત કઠિન ગણાતી બાબા અમરનાથની યાત્રાએ વલસાડથી 42 ભક્‍તો રવાના

vartmanpravah

વાપીના વિવિધ વિકાસ કામોને વધુ વેગથી પુરા કરવા પાલિકાની ટીમ ગાંધીનગર પહોંચી

vartmanpravah

સોમવારે પ્રદેશમાં સ્‍વચ્‍છતા સંકલ્‍પ સાથે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સ્‍વચ્‍છતા અભિયાનઃ આદતો કો બદલને કા આંદલન’નો જયઘોષ કરાવશે

vartmanpravah

કોપરલી ગામે 40 ફૂટ ઊંડા કૂવામાં પડેલા પાડાનું 8 કલાક સુધી ચાલ્‍યું દિલધડક રેસ્‍કયુ ઓપરેશન

vartmanpravah

મુંબઈમાં યોજાયેલા કાર્યક્રમમાં વાપીના વિનય વાડીવાલાને ‘છત્રપતિ શિવાજી મહારાજ ગૌરવ’ એવોર્ડ એનાયત કરાયો

vartmanpravah

ધરમપુરમાં તમાકુ નિયંત્રણ સેલ દ્વારા દુકાનોમાં આકસ્‍મિક ચેકિંગ, 26 દદકાનદારો સામે દંડનીય કાર્યવાહી

vartmanpravah

Leave a Comment