Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા-3(માંડવા) 108ની ટીમે એક જ દિવસમાં બે મહિલાઓની સફળતાપૂર્વક ડિલિવરી કરાવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.18: 108 ટીમને મળેલા કોલ મુજબ દહીંખેડ વીર પોંધા ગામ દર્દી નિર્મલાબેન અને બુરવડ (કોકણમાલ ફળીયા) ગામના મહિલા દર્દી શીલાબેનને પ્રસુતિની પીડા ઉપડતા તેમના સગાઓએ108ને કોલ કર્યો હતો. કોલ મળતાની સાથે કપરાડા-3(માંડવા) 108ના ઈએમટી પ્રિયંકા પટેલ અને પાયલોટ મલેશભાઈ ઘટના સ્‍થળે પહોંચી મહિલાને એમ્‍બ્‍યુલન્‍સમાં લઈ સરકારી હોસ્‍પિટલ નાનાપોંઢા જવા રવાના થયા હતા. દર્દીને ત્‍યાંથી લઇ આગળ જતા અડધે રસ્‍તે પ્રેગ્નન્‍સીનો અસહ્ય દુઃખાવો ઉપડયો હોવાથી ત્‍યાં જ 108ની ટીમ ઈએમટી પ્રિયંકા પટેલે એમ્‍બ્‍યુલન્‍સમાં જ ડિલિવરી કરવાની ફરજ પડી હતી. ડિલિવરીમાં થોડી તકલીફ પડી હતી પરંતુ સફળતા પૂર્વક ડિલિવરી કરાવી હતી. ડિલિવરી થયા પછી તરત જ ઈએમટી પ્રિયંકા પટેલે 108ની હેડ ઓફિસમાં ડોક્‍ટર સૌરભ અને મિહિર સાથે કોન્‍ફરન્‍સ કરી તેમના માર્ગદ્‌શન હેઠળ દર્દીને જરૂરી ઈન્‍જેક્‍શન ઓક્‍સીટોસિન અને અન્‍ય સારવાર આપી દર્દી (માતા અને બાળક)ને સહી સલામત સરકારી હોસ્‍પિટલ નાનાપોંઢા ખાતે ખસેડવામાં આવ્‍યા હતા. આમ દર્દીના પરિવારે 108ના સ્‍ટાફનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

વલસાડ બેઠક પર વર્ષ 1951માં પ્રથમ લોકસભા ચૂંટણીથી છેલ્લે 2019ની ચૂંટણીમાં 85 ઉમેદવાર ચૂંટણી જંગમાં ઉતર્યા, હવે 2024ની ચૂંટણીમાં 7 ઉમેદવારો ટકરાશે

vartmanpravah

સેલવાસઃ આમલી ગાયત્રી મંદિર મેદાન શાકભાજી માર્કેટમાં જગ્‍યાના ભાડા બાબતે નાના વેપારીઓ નારાજ

vartmanpravah

નાણામંત્રી કનુભાઈ દેસાઈનું અમેરીકાના ડલાસ ખાતે ગુજરાતી સમાજ દ્વારા કરાયેલું સન્‍માન

vartmanpravah

ખારીવાડી નાની દમણની ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં યોજાયો પ્રવેશોત્‍સવઃ સંઘપ્રદેશના પી.ડબ્‍લ્‍યુ.ડી. વિભાગના સચિવ અસગર અલીએ આપેલું માર્ગદર્શન

vartmanpravah

વાપી ડેપોમાં સફાઈ અભિયાન પ્રારંભ, અભિયાન બે મહિના સુધી કાર્યરત રહેશે

vartmanpravah

વાપી દમણગંગા નદી ઉપર 105 કરોડના ખર્ચે વધુ એક ડેમ અને રિવરફ્રન્‍ટનું નિર્માણ થશે

vartmanpravah

Leave a Comment