September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સાંસદ ધવલભાઈ પટેલના હસ્‍તે વાંસદા વિધાનસભાના કાવડેજ અને ખાંભલા ગામે વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.19: આજરોજ લોકસભાના દંડક તેમજ વલસાડ-ડાંગ સાંસદશ્રી ધવલભાઈ પટેલના વરદ હસ્‍તે વાંસદા વિધાનસભા અંતર્ગત આવતા કાવડેજ ગામ તેમજ ખાંભલા ગામ ખાતે વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું.
કાવડેજ તેમજ ખાંભળા ગામ ખાતેના વિકાસ કાર્યો થકી કુલ 64 જેટલા વિવિધ માર્ગોના કામો માટે કુલ 6621.80 લાખ રૂપિયાના ખર્ચે, કુલ 36 જેટલા ગામોના 105.77 કીમી લંબાઈના આંતરિક માર્ગો બનવાથી સ્‍થાનિક કક્ષાએ આશરે 92000 થી પણ વધુ લોકોને સીધો લાભ મળશે. આ રસ્‍તાઓમાંથી 11.30 કિમીના 6 કાચા રસ્‍તા આઝાદી પછી પ્રથમવાર ડામરના પાકા રોડ-રસ્‍તાઓ બનશે.
ગામજનો, સામાજિક આગેવાનો દ્વારા સાંસદ શ્રી ધવલભાઈ પટેલનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. સાંસદશ્રી ઉલ્લાસથી આદિવાસી સમાજના પરંપરાગતઉત્‍સવમાં પણ સહભાગી થયા હતા.
આ પ્રસંગે પ્રદેશ આદિજાતિ મોરચાના મહામંત્રી શ્રી પિયુષભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી દિપ્તીબેન પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી લોચનભાઈ શાસ્ત્રી, શ્રી શિવેન્‍દ્રસિંહ બાપુ, ભાજપ અગ્રણી શ્રીમતી સુમિત્રાબેન પટેલ સહિત ગામજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહઃ ફલાંડી પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્‍સવ સંપન્ન

vartmanpravah

મોટી દમણની વાત્‍સલ્‍ય સ્‍કૂલના વિદ્યાર્થીઓની રાષ્‍ટ્રીય કક્ષાની ‘કરાટે સ્‍પર્ધા’ માટે પસંદગી : શાળા પરિવારે અભિનંદન પાઠવી કરેલી ઉજ્જવળ ભવિષ્‍યની કામના

vartmanpravah

ચીખલીના ખુડવેલની જમીન પર ગેરકાયદે કબ્‍જો કરતા 13 જેટલા ઈસમો સામે લેન્‍ડગ્રેબિંગનો ગુનો દાખલ

vartmanpravah

સેલવાસ સ્‍માર્ટસીટી પ્રોજેક્‍ટ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરાયું

vartmanpravah

જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિશ તિહું લોક ઉજાગર…: વાપી વિસ્‍તારમાં અનેક મંદિરોમાં હનુમાન જયંતિની આસ્‍થા સાથે પાવન ઉજવણી : મહાપ્રસાદનો હજારોએ લાભ લીધો

vartmanpravah

ધરમપુરના વિરવલ અને નાની ઢોલડુંગરી ગામોના સરપંચ-ઉપ સરપંચનીવરણી કરાઈ

vartmanpravah

Leave a Comment