Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લવાછા પિપરીયા પુલ ઉપરટિફિન આપવા જઈ રહેલ સાયકલ સવારનું અકસ્‍માતમાં મોત

ઉપેન્‍દ્ર રજક ઉ.વ.40 સંબંધીને ટિફિન આપવા જતો હતો ત્‍યારે અજાણ્‍યા
વાહને ટક્કર મારી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: લવાછા નજીક આવેલ પિપરીયા પુલ ઉપર એક દર્દનાક અકસ્‍માત સર્જાયો હતો. બુધવારે સવારે ઘરેથી સેલવાસ સબંધીને ટિફિન આપવા યુવક સાયકલ ઉપર નિકળ્‍યો હતો. પિપરીયા પુલ ઉપરથી પસાર થતો હતો ત્‍યારે પાછળથી આવી રહેલ ટ્રક ચાલકે સાયકલને ટક્કર મારી દીધી હતી. અકસ્‍માતમાં પટકાતા યુવકનું ઘટના સ્‍થળે જ દર્દનાક મોત નિપજ્‍યું હતું.
લવાછામાં રહેતા ઉપેન્‍દ્ર રજક ઉ.વ.40 નામનો યુવાન ઘરેથી સેલવાસ સબંધીને ટિફિન આપવા માટે સાયકલ ઉપર નિકળ્‍યો હતો. ઉપેન્‍દ્ર પિપરીયા પુલ ઉપરથી જઈ રહ્યો હતો ત્‍યારે બેફામ ગતિએ દોડી આવેલી ટ્રકે સાયકલને ટક્કર મારી દેતા ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં ઉપેન્‍દ્ર સાયકલ ઉપરથી નીચે પટકાઈ જતા ઘટના સ્‍થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્‍યું હતું. ઘટના બાદ સેલવાસ પોલીસ ઘટના સ્‍થળે આવી પહોંચી હતી. ફરાર ટ્રક ચાલકની શોધ શરૂ કરી હતી. પુલ ઉપર સડક સુરક્ષાની પ્રબળ માંગ ઉઠવા પામી છે.

Related posts

સરીગામ પંચાયતની બજેટ મંજૂરી માટે બોલાવેલી ખાસ સામાન્‍ય સભા રાજકીય રીતે પૂર્ણ

vartmanpravah

આજે દમણ-દીવના સાંસદ તરીકે ઉમેશભાઈ પટેલના 100 દિવસ પૂર્ણઃ વાયદાઓની સમયમર્યાદા પણ ખતમ

vartmanpravah

ઓલપાડના ગામનાં નવયુવાનો નર્મદા પૂરગ્રસ્‍ત લોકોની વહારે દોડયા

vartmanpravah

સરીગામની કોરોમંડલ કંપનીએ પાલિ કરમબેલીની પ્રયોગશાળામાં ઉપકરણોની કરેલી મદદ

vartmanpravah

આજે કલેક્‍ટર કચેરી ખાતે શાળા પ્રવેશોત્‍સવ અમલીકરણ સમિતિની બેઠક મળશે

vartmanpravah

વાપી ટાઉન પોલીસની પ્રોહિબિશન ગુનાની વોન્‍ટેડ મહિલા આરોપી સુરત પોલીસે ઝડપી લીધી

vartmanpravah

Leave a Comment