August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી લવાછાના પરિવારે ઉજ્જેન મહાકાલ દરબારમાં 2.6 કિલો રૂા.2.50 લાખનો ચાંદીનો મુગટ અર્પણ કર્યો

અભિજીત તિવારી મહાકાલના પરમભક્‍ત અને ઉપાસક છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વિશ્વ પ્રસિધ્‍ધ કાલોના કાલ મહાકાલ ઉજ્જેનના દરબારમાં વાપી લવાછાના મહાકાલના પરમભક્‍ત પરિવારે મહાકાલને 2.609 કિ.ગ્રા. રૂા.2.50 લાખનો ચાંદીનો મુગટ અર્પણ કરી ભગવાન પ્રત્‍યે ભક્‍તની અતુટ શ્રધ્‍ધા ઉજાગર કરી હતી.
વાપી પાસે આવેલા લવાછા ગામ નિવાસી અભિજીત તિવારીનો પરિવાર ઉજ્જેનના બાબા મહાકાલ પ્રત્‍યે અતુટ શ્રધ્‍ધા ધરાવે છે. પરિવાર મહાકાલનો ઉપાસક છે. અભિજીત તિવારી પોતાના પરિવાર સાથે ઉજ્જેન મધ્‍યપ્રદેશ મહાકાલના દરબારમાં પહોંચ્‍યા હતા. મહાકાલના દર્શન, પૂજા, અભિષેક કરીને અતૂટ શ્રધ્‍ધા સાથે મહાકાલને 2.609 કિ.ગ્રા. રૂા.2.50 લાખનો ચાંદીનો મુગટ મહાકાલ દરબારને અર્પણ કર્યો હતો. મહાકાલ દરેક ભક્‍તોની મનોકામના સદૈવ પુરી કરે છે તેથી ભક્‍તો લાખો-કરોડોનું દાન અવિરત કરતા જોવા મળે છે. લવાછાના તિવારી પરિવારે પણ મહાકાલની અપ્રિતમ અતૂટ શ્રધ્‍ધાને ઉજાગર કરી હતી.

Related posts

નાનાપોઢામાં વીજ સલામતીની જાગૃતિ કેળવવા કર્મચારીઓ દ્વારા રેલીનું કરાયેલું આયોજન

vartmanpravah

પૂર્વ સાંસદ ડાહ્યાભાઈ પટેલના જન્‍મદિનના ઉપલક્ષમાં દમણ પ્રિમીયર લીગ સિઝન-રનો આરંભ

vartmanpravah

ભીલાડની બ્રાઈટ ફયુચર ઈંગ્‍લિશ મિડિયમ સ્‍કૂલમાં વર્ષ 2022-2023નો વાર્ષિક મહોત્‍સવ ‘‘સ્‍ટેજિસ ઓફ લાઈફ” ઉજવાયો

vartmanpravah

સંઘપ્રદેશના બહુમતિ આદિવાસી જિલ્લા દાનહમાં જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતોએ રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની કરાયેલી પસંદગીને આવકારી

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા દાદરા ગામે હત્‍યાના આરોપીની ધરપકડ કરાઈ

vartmanpravah

વાપી જનસેવા હોસ્‍પિટલમાં 15મી માર્ચ સુધી બ્રેસ્‍ટ કેન્‍સરનું નિઃશુલ્‍ક નિદાન થશે

vartmanpravah

Leave a Comment