October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી પોલીસે સુંઠવાડ ગામેથી દારૂ ભરેલ બોલેરો સાથે રૂ.૭.૨૭ લાખનો મુદ્દામાલ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.21: બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.દરમ્યાન બાતમીના આધારે તાલુકાના સુંઠવાડ થી બારોલીય જતા રોડ તરફ જઇ રહ્યા હતા.તે સમયે બાતમી હકીકત મુજબની મહિન્દ્રા બોલેરો નં-જીજે-૨૧-સીસી-૬૬૨૬ ને ઉભી રાખવાનો ઈશારો કરતા થોડે આગળ જઇ બોલેરો મૂકી સ્થળ ઉપર થી ફરાર થઇ ગયો હતો.પોલીસે કારની તલાસી લેતા અંદરથી વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ-૮૪૦ કિં.રૂ.૧,૨૭,૧૧૬/- તેમજ બોલેરો કિ.રૂ.૬,૦૦,૦૦૦/- મળી કુલ્લે રૂ.૭,૨૭,૧૧૬/- નો મુદ્દામાલ કબ્જે કરી મહિન્દ્રા બોલેરો ચાલક વિરલ જીતુભાઇ પટેલ (રહે.સુંઠવાડ પીર ફળીયા તા.ચીખલી જી.નવસારી) સામે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ-એચ.એસ.પટેલ કરી રહ્યા છે.

Related posts

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ૧૪.૮૪ ઇંચ સાથે મોસમનો ૮૪.૬૫ ઇંચ વરસાદ

vartmanpravah

મોટાપોંઢાની આદર્શ પ્રા.શાળામાં નૉટબુક વિતરણની સાથે જન્માષ્ટમી કાર્યક્રમ ઉજવાયો

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાના અધ્યક્ષ સ્થાને જિલ્લા યુવા મોરચાની કારોબારી બેઠક યોજાઈ

vartmanpravah

હાઈવે ઓથોરીટી સામે આંદોલને વેગ પકડયો: પારનેરા હાઈવે ઉપર યુથ કોંગ્રેસે ચક્કાજામ કર્યા

vartmanpravah

દાનહ એક્‍સાઇઝ વિભાગે ખેરડીથી ગેરકાયદેસર દારૂ-બિયર ભરેલ ટેમ્‍પા સહિતનો રૂા.20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

vartmanpravah

વલસાડ જિલ્લામાં બુલેટ ટ્રેનની કામગીરી પુરજોશમાં: ભિલાડ પાસે ઝરોલીમાં ટનલની કામગીરી શરૂ

vartmanpravah

Leave a Comment