Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નાનાપોંઢા ચાર રસ્‍તા રોડના ખાડા પુરવા તંત્ર નિષ્‍ફળ રહેતા ભાજપ આગેવાનોએ જાતે ખાડા પુરાવ્‍યા

તાલુકા ભાજપ પ્રમુખ રમેશ ગાંવિત તથા હોદેદારોએ ટ્રક ભરી ગ્રાવેલ મંગાવી ખાડા પુરી શ્રમયજ્ઞ કર્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: પારડીથી કપરાડા જતો નેશનલ હાઈવે ઉપર નાનાપોંઢા ચાર રસ્‍તા નજીક લાંબા સમયથી પડેલા મસમોટા ખાડાને પુરવામાં હાઈવે ઓથોરિટી કે સ્‍થાનિક રાજકીય નેતાઓ કોઈ રસ નથી દાખવતા કપરાડા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ રમેશ ગામીત અને આગેવાન નાસીર પઠાણ સહિતનાઓએ મેદાનમાં આવી ટ્રક ભરી ગ્રાવલ મંગાવી મસમોટા ખાડાઓ પૂરી વાહન ચાલકો માટે રાહત ઊભી કરી છે. ટ્રાફિકથી સતત ધમધમતા નાનાપોંઢા ચાર રસ્‍તા ઉપર જ લાંબા સમયથી પડેલા ખાડા અંગે હાઈવે ઓથોરિટીને કરેલી રજૂઆત બાદ પણ ખાડાઓ ન પુરાતા વાહન ચાલકો તેમાં પડતાં આખરે સ્‍થાનિક નેતાઓ મેદાનમાં આવ્‍યા અને ખાડાઓ પૂર્યા હતા.
તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ રમેશ ગાંવિતે જણાવ્‍યું કે, હાઈવે ઓથોરિટીના વલસાડનાં અધિકારી પવનભાઈ, ભરૂચના અધિકારી ભરતભાઈને રજૂઆત કરી હતી. તો સાથે ગત રવિવારે નાનાપોંઢા સેવા સેતુકાર્યક્રમમાં ઉચ્‍ચ અધિકારીઓને પણ રજૂઆત કરી હતી. જો કે કોઈ ઉકેલ ન આવતા આખરે લોકોની સલામતી માટે ટ્રક ભરી ગ્રાવલ મંગાવી ખાડો પૂરવાની ફરજ પડી છે.

Related posts

બલીઠા દાંડીવાડમાં સાર્વજનિક ગણેશ મહોત્‍સવ અને વાવ ફળીયુંમાં જય ભવાની યુવા મંડળ દ્વારા શ્રી ગણેશજીનું કરાયેલું સ્‍થાપન

vartmanpravah

પ્રદેશ ભાજપ સચિવ અને જિ.પં. સભ્‍ય ફાલ્‍ગુનીબેન પટેલે દાભેલ અને ભીમપોરની સ્‍વયં સહાયતા જૂથની બહેનો માટે મહેંદી સ્‍પર્ધાનું કરેલું આયોજન

vartmanpravah

પારડી પોલીસ દ્વારા ગણેશ મહોત્‍સવ અને ઇદે મિલાદના તહેવારને લઈ શાંતિ સમિતિની બેઠકનું થયેલું આયોજન

vartmanpravah

મહાત્‍મા ગાંધીજીની 150મી જન્‍મ જયંતિ વાળી ડિસ્‍પ્‍લે બોર્ડ પર ભ્રષ્ટાચારનો કાટ સાથે કેટલીક જગ્‍યાએ ગાંધી બાપુની તસ્‍વીર ગાયબ

vartmanpravah

દાનહ સાંસદ કલાબેન ડેલકર અને પુત્ર અભિનવ ડેલકર શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ને દગો આપવાની ફિરાકમાં..?

vartmanpravah

વાપી ગુંજનમાં નોટિફાઈડ દ્વારા ટ્રાફિક નડતરરૂપ દબાણો હટાવવા ડિમોલીશન કાર્યવાહી

vartmanpravah

Leave a Comment