October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કરવડ દમણગંગા ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં લાઈટર બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગીઃ કામદારોમાં ભાગદોડ મચી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: વાપી પાસેના કરવડ ગામે આવેલ દમણગંગા ઈન્‍ડસ્‍ટ્રીયલ પાર્કમાં કાર્યરત લાઈટર બનાવતી કંપનીમાં આજે સોમવારે સવારે અચાનક ભિષણ આગ લાગતા કામદારોમાં અફરા તફરી સાથે દોડધામ મચી જવા પામી હતી.
વાપી વિસ્‍તારમાં અનેક ખાનગી ઈન્‍ડસ્‍ટ્રીયલ પાર્ક કાર્યરત છે તે પૈકીનો એક ઈન્‍ડસ્‍ટ્રીયલ પાર્ક કરવડમાં આવેલો છે. દમણગંગા ઈન્‍ડસ્‍ટ્રીયલ પાર્કથી સુવિખ્‍યાત છે. આ ઈન્‍ડસ્‍ટ્રીયલ પાર્કમાં કાર્યરત લાઈટર બનાવતી સાગા સીટી વર્કસ પ્રા.લી. નામની કંપનીમાં આજે સોમવારે સવારે અચાનક ભિષણ આગ લાગી હતી. જોત જોતામાં આગની વિકરાળતા વધી જતા કામદારોમાં દોડધામ મચી જવા પામી હતી. આગની જાણકારી ફાયર બ્રિગેડને મળતાં જ ઘટના સ્‍થળે ધસી આવેલ અને આગ બુઝાવવાની જહેમત શરૂ કરી દીધી હતી. પરંતુ આગ ખુબ વિકરાળ હોવાથી કાબુ કરવા ખુબ જહેમત કરવી પડી રહી હતી. ઘટના બાદ ડુંગરા પોલીસ પણ ઘટના સ્‍થળે આવી પહોંચી. મામલો સંભાળી લીધો હતો. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી પરંતુ આગને લઈ સ્‍થાનિકોમાંસુરક્ષા અંગે ચિંતા ઉભી થઈ હતી. આગની સ્‍થિતિ વચ્‍ચે કામદારોને સુરક્ષિત જગ્‍યાએ ખસેડાયા હતા. આગના બનાવમાં કોઈ જાનહાની થવા પામેલ નહોતી.

Related posts

વલસાડ જિલ્લા-સંઘપ્રદેશમાં મંગળવારથી બોર્ડની પરીક્ષાનો આરંભ : કુલ 58738 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા

vartmanpravah

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ ખાતે 30મી એપ્રિલના રોજ લોક અદાલતનું આયોજન કરાશે

vartmanpravah

કલીયારી ગામે અગ્નિસંસ્‍કાર પતાવી નદીના ચેકડેમમાં નાહવા ગયેલ ખુડવેલના યુવાનનું ડૂબી જતાં મોત

vartmanpravah

દીવ પ્રશાસન દ્વારા જિલ્લાના કુલ 50 આપદા મિત્રોનો ટ્રેનિંગ પ્રોગ્રામ શરુ કરવામાં આવ્‍યો

vartmanpravah

દાનહ ફૂડ એન્‍ડ સેફટી વિભાગની મીઠાઈની દુકાનોમાં ચકાસણી અવિરત ચાલુઃ પદાર્થ ખાવા યોગ્‍ય છે કે નહીં તેની જાહેરાત કરાતી નથી

vartmanpravah

વડોદરા-મુંબઈએક્‍સપે્રસ-વેમાં સંપાદિત જમીનના વળતરની રકમ ઓહિયા કરી જવાના ત્રણ જેટલા છેતરપીંડીના ગુના નોંધાયા

vartmanpravah

Leave a Comment