September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ કૈલાસ રોડ ઉપરથી પસાર થતી ઔરંગા નદીના પાણીમાં તરતી અજાણી મહિલાની લાશ મળી આવી

ફાયર બ્રિગેડે લાશને બહાર કાઢી પોલીસે લાશનો કબજો મેળવી ઓળખ માટે ચક્રો ગતિમાન કર્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: વલસાડના કૈલાસ રોડ ઉપરથી પસાર થતી ઔરંગા નદીમાં આજે સોમવારે સવારે પાણીમાં તરતી અજાણીસ્ત્રીની લાશ મળી આવી હતી. પોલીસે લાશનો કબજો મેળવી ઓળખ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
વલસાડ કૈલાસ રોડ ઉપર આવેલ ઔરંગા નદીના પુલ ઉપરથી સવારે પસાર થતા વાહન ચાલકોએ નદીના પાણીમાંસ્ત્રીની લાશ તરતી જોઈ હતી. તેથી પોલીસને જાણ કરી હતી. બીજી તરફ ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના લાશ્‍કરો ઘટના સ્‍થળે પહોંચીને મૃતસ્ત્રીની લાશ બહાર કાઢી હતી. મૃતક અજાણી હોવાથી પોલીસે કબજો મેળવીને લાશની ઓળખ કરવા વધુ પૂછપરછ શરૂ કરી હતી. તેમજ ફોટો પાડી નજીકના વિસ્‍તારમાં લોકોને ઓળખ માટે પહોંચાડયા હતા. લાશને પી.એમ. માટે મોકલી પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે. તપાસ બાદ પોલીસને અજાણીસ્ત્રીની ઓળખ અનેજાણકારી મળશે તેવું પોલીસે જણાવ્‍યું હતું.

Related posts

નાની વહિયાળ હાઈસ્કૂલમાં મફત ૩૦૦૦ નોટબુકનું કરાયેલું વિતરણ

vartmanpravah

ધરમપુર સહિત આદિવાસી વિસ્‍તારમાં ડ્રીમ-900 તથા ઈગલ સ્‍માર્ટ કંપની દ્વારા કરોડોની છેતરપીંડી અંગે રજૂઆત

vartmanpravah

દીવ ન.પા.ની ચૂંટણીનું પરિણામઃ આવતી કાલ વધુ ઉજળી બનશે

vartmanpravah

દીવ શ્રેયાંગી ક્રિકેટ ક્‍લબ દ્વારા વણાંકબારા બસ સ્‍ટેશન ક્રિકેટ ગ્રાઉન્‍ડમાં ક્રિકેટ ટુર્નામેન્‍ટનું કરાયેલું આયોજન

vartmanpravah

વાપી બલીઠા રેલવે પાટા ઉપરથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો : મૃતક વોર્ડ નં.7 ભાજપ બુથ પ્રમુખ હતો

vartmanpravah

બીલીમોરા સહિત ચીખલી પંથકમાં રક્ષાબંધનની પૂર્વ સંધ્યાઍ રાખડી – મીઠાઈ ખરીદવા બજારોમાં ઉમટેલી ભીડ

vartmanpravah

Leave a Comment