December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મોતીવાડા રેપ વિથ મર્ડરમાં સૃષ્ટિ વિરુદ્ધનું કળત્‍ય જેવી વિકળત માનસિકતા ધરાવતા આરોપીને દસ દિવસના રિમાન્‍ડ બાદ પોલીસે કર્યું ઘટના સ્‍થળે રી-કન્‍સ્‍ટ્રક્‍શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.26: પારડી તાલુકાના મોતીવાડા ગામની યુવતી સાથે બનેલ રેપ વિથ મર્ડરના ઘટનાનો આરોપી અગિયારસ દિવસ બાદ વાપી ખાતેથી ઝડપાઈ ગયો હતો. આ આરોપીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે દસ દિવસના રિમાન્‍ડ આપ્‍યા હતા. આ આરોપીની પૂછપરછ દરમિયાન સમગ્ર દેશના વિવિધ રાજ્‍યોમાં બનેલ હત્‍યા, લૂંટ, દુષ્‍કર્મ અને ચોરી સહિતના અનેક ખુલાસાઓ સામે આવ્‍યા હતા.
આજરોજ પોલીસે આ રેપ વિથ મર્ડરના ઘટના સ્‍થળે આરોપીને સાથે લાવી આ ઘટનાનો અંજામ એણે કેવી રીતે આપ્‍યો એ અંગેનું રી-કન્‍સ્‍ટ્રક્‍શન કરવામાં આવ્‍યું હતું. આ રી-કન્‍સ્‍ટ્રકશન દરમિયાન આરોપીએ ઉદવાડા રેલવે સ્‍ટેશનના છેવાડેથી 14મી તારીખે યુવતીનો પીછો કરી અવાવરું જગ્‍યાએ યુવતી પહોંચતા આ યુવતીનું મોં દબાવી બેભાન કરી આશરે ચારથી પાંચ ફૂટ ઊંચીતારની વાડની અંદર સૌ પ્રથમ આ યુવતીને ફેંકી દીધા બાદ પોતે અંદર પ્રવેશી આ આંબાવાડીમાં ઝાડની નીચે આ યુવતી સાથે દુષ્‍કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કળત્‍ય કરી આ આંબાવાડીના પાછળના ભાગે આવેલ આશરે 8 થી 10 ફૂટ ઊંચી દિવાલ ઓળંગી હાઇવે તરફ ભાગી છુટયો હતો. આરોપી પોતે એક પગે અપંગ હોવા છતાં 10 ફુટ જેટલી ઊંચી દિવાલ ઓળગી જતા પોલીસનો કાફલો પણ અચંબામાં પડી ગયો હતો.
રી-કન્‍સ્‍ટ્રક્‍શનને લઈ ઘટના સ્‍થળે આવેલ પોલીસ કાફલાને જોતા મોતીવાડા ગામના સ્‍થાનિક મહિલાઓ સહિત ખૂબ મોટી સંખ્‍યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને દરેકના મોં પર એક આક્રોશ જોવા મળતો હતો અને આ આરોપીને ફાંસીની સજા મળવી જ જોઈએ એવી માંગ કરી રહ્યા હતા.
અહી પારડી સહિતની વલસાડ જિલ્લાની તમામ પોલીસની ટીમો રેલવે પોલીસની ટીમોને ખાસ અભિનંદન એટલા માટે આપવા પડે કે જો આ વિકળત માનસિકતા ધરાવતો આરોપી આ યુવતી સાથે દુષ્‍કર્મ અને હત્‍યા કર્યા બાદ અને પહેલા પણ જો બીજી હત્‍યા કરી શકતો હોય તો અહીંથી છટકી જવામાં જો એ સફળ થયો હોત તો બીજા અનેક ગુનાને અંજામ આપી ચુકયો હોત.

Related posts

વાપી સ્‍ટેશન નજીક મેમુ ટ્રેનમાં યુવાને પડતુ મુકી આપઘાત કર્યો

vartmanpravah

3D બહુજન સમાજ પાર્ટી દ્વારા ડો. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરના 66મા મહાપરિનિર્વાણ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી જીઆઈડીસી પોલીસે બે મોબાઈલ ચોર પકડયા: બે બાઈક અને સાત મોબાઈલ કબજે કર્યા

vartmanpravah

‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ’ના ઉપક્રમે મોટી દમણની ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં પી.એસ.આઈ હિરલ પટેલનું કરાયેલું સન્‍માન

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટરશ્રી અનસૂયા જ્હાના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક મળી

vartmanpravah

ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન નામના માલિક કોણ?

vartmanpravah

Leave a Comment