December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મોતીવાડા રેપ વિથ મર્ડર કેસમાં પોલીસને મળેલી ઐતિહાસિક સફળતા બાદ જિલ્લા પોલીસવડા સહિત પોલીસ કાફલાએ પારનેરા ડુંગર ઉપર માતાજીના દર્શન કરી આશિર્વાદ મેળવ્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: સમગ્ર વલસાડ જિલ્લામાં ચકચાર મચાવનારી પારડીની વિદ્યાર્થીની સાથે દુષ્‍કર્મા અને હત્‍યાની બનેલી હિચકારી ઘટના બાદ સતત 11 દિવસ પોલીસે આકાશ પાતાળ એક કરીને વાપી રેલવે સ્‍ટેશનથી ઝડપી પાડયો હતો. આરોપી પારડીની યુવતી સહિત માત્ર 25 દિવસમાં અન્‍ય 4 યુવતીઓ રેલવેમાંહત્‍યા કર્યાની આરોપી રાહુલ ઉર્ફે ભોલું કરમવીર ઈશ્વર જાટ મૂળ રહે.હરિયાણાને ઝડપી પાડયો હતો.
પારડી મોતીવાડા આંબાવાડીમાં ગત તા.14 નવેમ્‍બરના રોજ અવાવરુ જગ્‍યાએ 19 વર્ષિય કોલેજીયન યુવતી લાશ મળી હતી. પોલીસે મૃતક યુવતીની ઓળખ કરી મર્ડર વીથ રેપની ઘટનાની ચાંપતી તપાસ હાથ ધરી હતી. જુદી જુદી 11 ટીમો 400નો પોલીસ કાફલો તપાસમાં જોતરાયો હતો. બે હજાર ઉપરાંત સીસીટીવી ફૂટેજ તપાસાયા હતા. અંતે વલસાડ જિલ્લા પોલીસને 11મા દિવસે બનાવનો ભેદ ઉકેલવામાં ભવ્‍ય સફળતા મળી હતી. આ કામગીરી માટે પોલીસ અભિનંદનને પાત્ર છે. આરોપીની ધરપકડ બાદ સોમવારે સાંજે જિલ્લા પોલીસ વડા ડો.કરણસિંહ વાઘેલા અને ઉચ્‍ચ પોલીસ અધિકારીઓ પારનેરા ડુંગર પહોંચીને માતાજીની આરતી પુજા કરી આશિવા4દ મેળવ્‍યા હતા.

Related posts

ચીખલીના વંકાલમાં સહકારી મંડળીને ગૌચરણની જમીનમાં ગોડાઉન બાંધવા માટે ફાળવેલ જગ્‍યામાં શરત ભંગ થતા કલેક્‍ટર દ્વારા સરકાર હસ્‍તક પરત લઈ શીર પડતર હેડે દાખલ કરવાનો હુકમ કરાયો

vartmanpravah

શ્રી મગનલાલ હરિભાઈ ગાંધી ચેરીટેબલ ટ્રસ્‍ટ, વાપી દ્વારા ઉમરગામના પાલી-કનાડુ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને કરાયેલું મફત નોટબૂક વિતરણ

vartmanpravah

શરૂઆતમાં પોર્ટુગીઝ સરકારે પેશવા સરકાર દ્વારા નિમાયેલા દલાલો મારફતે જ કર વસૂલાત ચાલુ રાખી હતી

vartmanpravah

ખાનવેલ પંચાયતની મળેલી ગ્રામસભાઃ ગ્રામજનોએ વિવિધ પ્રશ્નોની કરેલી રજૂઆત

vartmanpravah

2016, ઓગસ્‍ટથી પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના આગમન બાદ નીતિ-નિયમ અને કાયદાની મર્યાદામાં રહી વ્‍હાઈટ ધંધા-ઉદ્યોગોને મળેલું ઉત્તેજન

vartmanpravah

ચીખલીના મલિયાધરામાં તાલુકા કક્ષાની યોજાયેલ પશુપાલન શિબિરમાં તજજ્ઞો દ્વારા પશુપાલકોને પશુઓની માવજત સંવધર્ન અંગે આપવામાં આવેલુ માર્ગદર્શન

vartmanpravah

Leave a Comment