October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ સાયન્‍સ કોલેજ પાસેથી 14 થી 20 વર્ષની યુવતિના માનવ કંકાલના અવશેષો મળી આવ્‍યા

બનાવ સ્‍થળેથી મરૂન કલરનો બે બટનવાળો લેડીઝ કુર્તો મળી આવ્‍યો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: વલસાડ સાયન્‍સ કોલેજ પાસેથી 14 થી 20 વર્ષની યુવતિના માનવ કંકાલ મળી આવ્‍યાની ઘટના પ્રકાશમાં આવી છે. સહજાનંદ સોસાયટીની સામે ખુલ્લા ઝાડી ઝાંખરા વાળા ખુલ્લા પ્‍લોટમાં સ્‍થાનિક ક્રિકેટ રમતા છોકરાઓને જોવા મળ્‍યા હતા.
બનાવ સ્‍થળેથી હ્યુમન બોડીના માનવ શરિરના અંગો જેવા કે ખોપડી, પાંસળીનો ભાગ, પગના હાડકા, કરોડરજ્જુના ભાગો મળી આવ્‍યા હતા. બોડીના ભાગો હાડકા સ્‍વરૂપમાં હતા. બનાવની જગ્‍યાએથી મરૂન-ગુલાબી કલર જેવું બટનવાળો લેડીઝ કુર્તો મળ્‍યો હતો. પોલીસે કંકાલના નમુના સુરત ફોરેન્‍સિક વિભાગમાં મોકલી આપ્‍યા હતા. જેનુંપોસ્‍ટમોર્ટમના રિપોર્ટમાં ડોક્‍ટરોએ જણાવ્‍યું હતું કે આ હ્યુમન બોડી આશરે 14 થી 20 વર્ષની છોકરીની છે. જેનું મોત 7 માસ અગાઉ થયું હોવાનું તપાસમાં બહાર આવ્‍યું છે. આ હકિકતોની જાણકારી જે તે વાલી વારસોને હોય તો અથવા કોઈ માહિતી મળે તો વલાસડ સીટી પો.સ્‍ટે. ફોન નં.02632 244233 પર જાણ કરવા અખબારી યાદી દ્વારા જણાવાયું છે.

Related posts

માર્ગ અને મકાન વિભાગના લશ્કરોની જાંબાઝ કામગીરી – માત્ર ૨૪ કલાકમાં નવસારી તાલુકાનો ઉન – ખડસુપા રોડ થયો કાર્યરત

vartmanpravah

ચીખલી પંથકમાં અષાઢી બીજના દિવસે બે ઈંચથી વધુ વરસાદ પડતાં ઠેરઠેર પાણી જ પાણી

vartmanpravah

દમણની આંટિયાવાડ ગ્રા.પં.ની સરપંચ ઉર્વશીબેન પટેલે નાનાબાળકોને દમણ પક્ષીઘરની કરાવેલી મુલાકાત

vartmanpravah

જિલ્લા કક્ષાના યુવા મતદાર મહોત્‍સવમાં રાનકુવા હાઈસ્‍કૂલ છવાઈ

vartmanpravah

પોર્ટુગીઝ સલ્‍તનતના સમયે 75 વર્ષ પહેલાં સ્‍થાપાયેલ દમણની સાર્વજનિક વિદ્યાલય ખાતે યોજાયેલ નીટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

vartmanpravah

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂ.28.59 કરોડના ખર્ચે બનેલા ડુંગરી રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ

vartmanpravah

Leave a Comment