October 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશવાપીસેલવાસ

દાનહમાં કંપની સંચાલકોની ભારે લાપરવાહીનો ભોગ બની રહ્યા છે નિર્દોષ કામદારો

દાદરા સ્‍થિત ઓલ પેક પેકેજીંગ કંપનીમાં લિફટ તૂટી પડતાં કામદારને ગંભીર ઇજાઃ સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28 : દાદરા નગર હવેલીના દાદરા ગામે આવેલ ઓલ પેક પેકેજીંગ કંપનીમાં લોડિંગ-અનલોડીંગ વાળી લિફટ તૂટી જતાં જેમાં કામ કરતા એક કામદારને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા ખાતે આવેલી ઓલ પેક પેકેજીંગ કંપનીમાં નિરોન નિંગ નામનો કામદાર ઘણા લાંબા સમયથી કામ કરી રહ્યો છે, જે સામાન લાવવા લઈ જવા માટે લગાવવામાં આવેલ લિફટમાં લોડીંગ-અનલોડીંગનું કામ કરી રહ્યો હતો તે સમયે અચાનક લિફટ તૂટી પડતાં નિરોન જમીન પર પટકાયો હતો. જેના કારણે એના પગમાં અને કમ્‍મરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તાત્‍કાલિક સારવાર માટે સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો જ્‍યાં એનું ઓપરેશન કરવામાં આવ્‍યું હતું. બે-ત્રણ દિવસ આ વ્‍યક્‍તિને આઇસીયુવોર્ડમાં રાખવામાં આવ્‍યો હતો. જેમાં દાદરા પોલીસ એમ.એલ.સી.ના આધારે કંપની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
અત્રે નોંધનીય છે કે, દાનહની કેટલીક કંપનીઓમાં વારંવાર લાપરવાહીથી અકસ્‍માતની ઘટનાઓ બની રહી છે, પરંતુ કેટલીક ઘટનાઓ સામે આવતી નથી અને કંપની સંચાલક પણ એને દબાવી દેવાનો પ્રયાસ કરતા હોય છે. હાલમાં નિરોન નીંગના પરિવારના કોઈપણ નથી અને એની સાર-સંભાળ રાખનારા પણ કોઈ જ નથી. નિરોન કંપનીમાં ઘણાં લાંબા સમયથી કામ કરે છે પરંતુ હજી સુધી આઈકાર્ડ પણ ઈશ્‍યુ કરવામાં આવેલ નથી. કંપનીમાં ફાયર જેવી ઘટના બને તો ફાયર વિભાગની ગાડીને લઈ જવાનો રસ્‍તો પણ નથી. આ કંપની કાગળના ફુટરોલમાંથી બોક્‍સ બનાવે છે અને કંપનીના ઉપર વર્કરોને રહેવા માટે બનાવવામાં આવેલ રૂમની પરવાનગી કોણે આપી? એ પણ એક સવાલ છે. આ કંપની સંપૂર્ણ રીતે નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે.

Related posts

દાનહઃ ગલોન્‍ડા ગ્રા.પં. વિસ્‍તારમાં કંપનીઓ દ્વારા નદીમાં કેમિકલયુક્‍ત પાણી છોડાતા માછલીઓના નિપજેલા મોત

vartmanpravah

વિશ્વ ઉમિયા ફાઉન્‍ડેશન અમદાવાદ-સુરતના પ્રતિનિધિઓની વાપીમાં મીટિંગ યોજાઈ : માતાજીના દિવ્‍ય રથ આગમનની ચર્ચા

vartmanpravah

દાનહ અને દમણ-દીવ માટે પુડ્ડુચેરીની તર્જ ઉપર વિધાનસભાના ગઠન માટે ઉચ્‍ચ સ્‍તરે કવાયત થઈ રહી હોવાનો પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલે આપેલો સંકેત

vartmanpravah

ચીખલી રાનકુવાની એક સોસાયટીમાં રાત્રે દીપડો આંટાફેરા કરતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ

vartmanpravah

વલસાડની શાકમાર્કેટનાં પ્રશ્ને લોકદરબાર બોલાવવાની કલેકટર સમક્ષ માંગણી

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ, સલવાવનું ગૌરવ

vartmanpravah

Leave a Comment