Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પાકિસ્‍તાનની જેલોમાં બંધ દીવના માછીમારોને છોડાવવા પરિવારજનોએ જિલ્લા કલેક્‍ટર રાહુલ દેવ બુરાને કરેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.29 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવ જિલ્લાના માછીમારો છેલ્લાં ઘણાં વર્ષોથી પાકિસ્‍તાનની જેલોમાં બંધ છે, જેને છોડાવવા દીવ જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત તથા માછીમારોના પરિવારજનોએ જિલ્લા કલેક્‍ટરશ્રીને કરી રજૂઆત કરી હતી.
પાકિસ્‍તાનની જેલોમાં બંધ માછીમારોના પરિવારોએ દીવ જિલ્લા કલેક્‍ટરશ્રી રાહુલ દેવ બુરાને મળીને માંગ કરી હતીકે, પાકિસ્‍તાન જેલમાંથી બંધ અમારા સબંધી માછીમારોની કોઈ પણ ભાળ મળતી નથી, અને જાણવા મળ્‍યું છે કે ત્‍યાં અમારા પરિવારજનો ખૂબજ બિમાર છે અને હમણાં થોડા સમય પહેલા ગુજરાતના માછીમારો પાકિસ્‍તાન જેલમાં મૃત્‍યુ પણ પામ્‍યા હતા, જેથી પરિવારજનોમાં ખૂબજ ચિંતા છવાઈ છે, તો પાકિસ્‍તાન જેલમાં બંધક તેમના પરિવાર જલ્‍દીથી છૂટી અને માદરે વતન પહોંચે તેવી વિનંતી કરી હતી.
દરમિયાન દીવ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રામજી ભીખા બામણીયા, ઉપ પ્રમુખ શ્રી હરેશ પાચા કાપડિયા, શહિદ ભગતસિંહ ગ્રામ પંચાયતના સરપંચો શ્રીમતી દમયંતીબેન, સાઉદવાડી ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી કાન્‍તાબેન તથા સભ્‍યો અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા. જિલ્લા કલેક્‍ટર રાહુલ દેવ બુરાએ માંગણી પ્રમાણે ઉચ્‍ચ કક્ષાએ રજૂઆત કરવાની બાહેંધરી આપી હતી.

Related posts

વલસાડની યુવતિ બ્રિટન-લંડનમાં સૌથી નાની વયે સિવિક મેયર પદે બિરાજમાન બની

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાક દરમિયાન ત્રણ ઇંચથી વધુ નોંધાયેલો વરસાદ

vartmanpravah

ઉપરવાસમાં સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે વલસાડમાં ઔરંગા નદીમાં પૂરની સ્થિતિને ધ્યાને લઈ જિલ્લા કલેકટર અને ડીડીઓએ પ્રેસ કોન્ફ્રન્સ યોજી

vartmanpravah

રાજ્યકક્ષાની શાસ્ત્રીય સંસ્કૃત સ્પર્ધામાં શ્રી બ્રહ્મર્ષિ સાતવળેકર સંસ્કૃત મહાવિદ્યાલય, પારડીના સપ્ત ઋષિકુમારો ઝળક્યા

vartmanpravah

સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા દાનહ અને દમણ દીવમાંઆંતરરાષ્‍ટ્રીય નશા નિષેધ દિવસ મનાવવામાં આવ્‍યો

vartmanpravah

લોક કલ્‍યાણકારી બજેટઃ અમૃત કાળની મજબૂત આધારશીલા રાખવાની સાથે આત્‍મનિર્ભર ભારતના સંકલ્‍પને ઔર ગતિ આપશેઃ પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલ

vartmanpravah

Leave a Comment