July 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રાષ્‍ટ્રીય અલ્‍પસંખ્‍યક આયોગના સભ્‍ય સૈયદ શહજાદીએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

પ્રદેશની શિક્ષણ વ્‍યવસ્‍થા, આરોગ્‍ય સુવિધા, રોજગારના અવસરો, સરકારી યોજનાઓનું કાર્યાન્‍વયન, સામાજિક સૌહાર્દ તથા લઘુમતિ સમુદાયને અપાતી ઋણ(લોન) સહાયતા જેવી સુવિધાઓની કરેલી પ્રશંસા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02 : આજે રાષ્‍ટ્રીય અલ્‍પસંખ્‍યક આયોગના સભ્‍ય સુશ્રી સૈયદ શહજાદીએ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સાથે શુભેચ્‍છા મુલાકાત કરી હતી.
અલ્‍પસંખ્‍યક આયોગની સભ્‍ય સુશ્રી સૈયદ શહજાદીએ દમણ ખાતે તેમની મુલાકાત દરમિયાનપ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સલાહકાર શ્રી અમિત સિંગલા અને વિવિધ વિભાગોના સચિવો તથા ઉચ્‍ચ અધિકારીઓ સાથે લઘુમતિ સમાજ સાથે સબંધિત તમામ યોજનાઓની સમીક્ષા કરી હતી અને લાગતા-વળગતા અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશો આપ્‍યા હતા.
સુશ્રી સૈયદ શહજાદીએ સંઘપ્રદેશમાં શિક્ષણ વ્‍યવસ્‍થા, આરોગ્‍ય સુવિધાઓ, રોજગારના અવસરો, સરકારી યોજનાઓનું કાર્યાન્‍વયન, સામાજિક સૌહાર્દ અને અલ્‍પસંખ્‍યકોને મળતી ઋણ(લોન) સહાયતા વગેરે જેવી સુવિધાઓની પ્રશંસા કરી હતી.

Related posts

દમણની સાર્વજનિક શાળામાં શિક્ષક દિવસની ઉત્‍સાહભેર કરાયેલી ઉજવણી શિક્ષકો આપણને માત્ર શિક્ષણ જ આપતા નથી, પરંતુ જીવન જીવવાનો સાચો માર્ગ પણ બતાવે છેઃ જીજ્ઞેશ જોગી-દમણ સાર્વજનિક વિદ્યાલયના ચેરમેન

vartmanpravah

હેડગેવાર ભવન મણિનગર ખાતે સામાજિક સંગઠનની મળેલી વાર્ષિક સભા

vartmanpravah

દીવ જિલ્લા ભાજપ યુવા મોર્ચા દ્વારા શિક્ષક દિવસની ઉજવણી

vartmanpravah

બગવાડા ટોલનાકા ઉપર ઓલ ઈન્‍ડિયા ટ્રાન્‍સપોર્ટ એસો.એ ટોલ ઘટાડવાની માંગણી સાથે આવેદનપત્ર આપ્‍યું

vartmanpravah

દમણની જેસન ઈન્‍ડસ્‍ટ્રીઝ લિ.એ સીએસઆર ગતિવિધિઓના ભાગરૂપે સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશન દ્વારા કચીગામ ખાતે સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાને 6 ફોટો ફ્રેમ, 02 સ્‍માર્ટ બોર્ડ, 02 કોમ્‍પ્‍યુટર, 02 માઉન્‍ટિંગ સ્‍ટેન્‍ડ અને 24 શાળાની બેન્‍ચ આપવામાં આવી

vartmanpravah

સંઘપ્રદેશના માછીમારો માટે આનંદના સમાચારઃ હાઈસ્‍પીડ ડીઝલના વેચાણ ઉપર લાગતા 13.5 ટકા વેટને માફ કરવાના ઐતિહાસિક નિર્ણયની કેન્‍દ્રિય મત્‍સ્‍યોદ્યોગ મંત્રી પરસોત્તમ રૂપાલાએ કરેલી જાહેરાત

vartmanpravah

Leave a Comment