December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બલીઠા ક્રિએટીવ ટેક્‍સટાઈલ્‍સ કંપનીમાં ઊંચાઈ ઉપર કામ કરતા કામદારનું પટકાતા મોત

ડુંગરી ફળીયા રહેતો મહેબુબ ચૌધરી ઉ.વ.25 નવા શેઠની કામગીરી સમયે ઊંચાઈથી પટકાયો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વાપી બલીઠા વિસ્‍તારમાં આવેલ ક્રિએટીવ ટેક્‍સટાઈલ્‍સ કંપનીમાં ઊંચાઈ ઉપર કામ કરતો કામદાર નીચે પટકાતા ઘટના સ્‍થળે મોત થતા કંપનીમાં ચકચાર મચી જવા પામી હતી.
વાપી ડુંગરી ફળીયામાં રહેતો 25 વર્ષિય મહેબુબ ચૌધરી નામનો કામદાર બલીઠામાં આવેલ કિરએટીવ ટેક્‍સટાઈલ્‍સ કંપનીમાં કોન્‍ટ્રાક્‍ટ બેઝ ઉપર ફરજ બજાવતો હતો. કંપનીમાં નવો શેડ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી કરવા માટે મહેબુબ 15 ફુટ ઊંચાઈ ઉપર ચઢી કામ કરી રહ્યો હતો તે દરમિયાન નીચે પટકાયો હતો. ઘટનાની જાણ સાથી કર્મચારી શાહ મોહંમદને થતા તેણે રેઈમ્‍બો હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્‍યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ બાદ આવી ચઢેલી પોલીસ કામદારના શબને પીએમ માટે ચલા સરકારી હોસ્‍પિટલ લઈ ગઈ હતી અને વધુ તપાસ હાધ ધરી હતી. કામદારોની ચર્ચા મુજબ કોન્‍ટ્રાક્‍ટ ઉપર કામ કરતા કામદારોનેસેફટીના કોઈ સંસાધન અપાતા નથી. કંપની દ્વારા સુરક્ષાની જરૂરી જોગવાઈ પુરી પાડી હોત તો આ અકસ્‍માતમાં કામદારનું મોત થયું ના હોત. કંપનીનો એચ.આર. વિભાગ 24 કલાક સુધી ઘટનાથી અજાણ હતો તેવી ચોંકાવનારી વિગતો પણ બહાર આવી છે.

Related posts

દાનહના રખોલીમાં રહેતા પરપ્રાંતિય પરિવારની 17 વર્ષિય કિશોરીએ હાથની નસ કાપી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

વલસાડ હાઈવે ગુંદલાવ ઓવરબ્રિજ ઉપર કારને બચાવવા જતા પાઈપ ભરેલ ટ્રક પલટી મારી ગઈ

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, સલવાવનું ગૌરવ

vartmanpravah

વાપી છરવાડા સંસ્‍કાર વિદ્યાપીઠમાં સ્‍વાસ્‍થ્‍ય તપાસ શિબિર યોજાઈ : 250 દર્દીઓએ લાભ લીધો

vartmanpravah

પ્રાદેશિક કમિશનર, ડૉ.ડી.ડી. કાપડિયા આઈએએસની અધ્‍યક્ષતામાં વાપી વીઆઈએ અને નગરપાલિકાની સંયુક્‍ત મિટિંગ યોજાઈઃ પાલિકા એસટીપી ટ્રીટેડ પાણીની ચર્ચા કરાઈ

vartmanpravah

સલવાવ સ્‍વામિનારાયણ અંગ્રેજી માધ્‍યમના વિદ્યાર્થીઓનો ચેસ ટૂર્નામેન્‍ટમાં ઉત્‍કૃષ્‍ટ દેખાવ

vartmanpravah

Leave a Comment