January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આજે હિન્‍દુ હિત રક્ષા સમિતિ દ્વારા બાંગ્‍લાદેશમાં હિન્‍દુઓ ઉપર થઈ રહેલા અત્‍યાચારના વિરોધમાં ધરણાં-રેલી પ્રદર્શન યોજશે

નાની દમણના દિલીપનગર ડેવલપમેન્‍ટ ગ્રાઉન્‍ડથી મોટી દમણ કલેક્‍ટરાલય સુધી રેલી સ્‍વરૂપે પહોંચી જિલ્લા કલેક્‍ટરને આવેદન પત્ર સુપ્રત કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.03 : હિન્‍દુ હિત રક્ષા સમિતિ-દમણ દ્વારા બાંગ્‍લાદેશમાં હિન્‍દુઓ ઉપર થઈ રહેલા અત્‍યાચારના વિરોધમાં આવતી કાલ તા.4થી ડિસેમ્‍બર, બુધવારના રોજ નાની દમણના દિલીપનગર ગ્રાઉન્‍ડથી મોટી દમણ કલેક્‍ટરાલય સુધી ધરણાં-વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્‍યું છે. ત્‍યારબાદ જિલ્લા કલેક્‍ટરશ્રીને આવેદનપત્ર સોંપવામાં આવશે.
હિન્‍દુ હિત રક્ષા સમિતિએ આવતી કાલે ધરણાં-પ્રદર્શન રેલીમાં વધુમાં વધુ લોકોને ઉપસ્‍થિત રહેવા માટે અપીલ પણ કરવામાં આવી છે. આ રેલીને સફળ બનાવવા માટે હિન્‍દુ હિત રક્ષા સમિતિ લગાતાર મહેનત કરી રહી છે.
અત્રે યાદ રહે કે, બાંગ્‍લાદેશમાં લઘુમતિ એવા હિન્‍દુઓ ઉપર ત્‍યાંના ઉપદ્રવીઓ દ્વારા અત્‍યાચાર હૂમલાઓ અને મંદિરોને નુકસાન પહોંચાડવાની ઘટનાઓ વિરૂદ્ધ ભારતના હિન્‍દુ સમુદાયમાં આક્રોશ છે. જેને પ્રગટ કરવા માટે હિન્‍દુ હિત રક્ષક સમિતિ દ્વારા દેશવ્‍યાપીધરણાં-પ્રદર્શનના કાર્યક્રમનું આયોજન કરાયું છે.

Related posts

ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન-2025-‘26 ‘સબકા સાથ, સબકા વિકાસ’ અંતર્ગત સોમનાથ ગ્રામ પંચાયતની મળેલી ગ્રામસભામાં કંપની કંપનીએ હપ્તા ઉઘરાવવા જવાનો સમય મળે પરંતુ લોકોની સમસ્‍યા દૂર કરવા માટે સમય નથીઃ સોમનાથ આગેવાન ઈશ્વરભાઈ પટેલનો સોમનાથ ગ્રા.પં.ના સરપંચ અને જિ.પં.સભ્‍યોને સોંસરો પ્રશ્ન

vartmanpravah

સલવાવની, શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં પ્‍લેસમેન્‍ટ સેલ દ્વારા વિદ્યાર્થીઓને ઈન્‍ટરવ્‍યુની તૈયારી હેતુ ગેસ્‍ટ લેક્‍ચર યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લા કલેક્‍ટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને ‘‘વિકાસ સપ્તાહ”ની ઉજવણીના સુચારૂં આયોજન માટે બેઠક મળી

vartmanpravah

દાનહમાં 02 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

vartmanpravah

દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપના સહયોગથી ગુરૂકુલ વિદ્યાપીઠમાં સ્‍કાઉટ ગાઈડની કરાયેલી સ્‍થાપના

vartmanpravah

વાપી રાતા ભરતનગરમાં રહેઠાણ એરિયામાં આવેલ ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી

vartmanpravah

Leave a Comment