September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બગવાડા ટોલ ચેકપોસ્‍ટ ઉપર થયેલા ટોલ વધારા મામલે કેન્‍દ્રીય પરિવહન મંત્રીને રજૂઆત કરાઈ

સાંસદ ધવલભાઈ પટેલ અને ધારાસભ્‍યના પ્રતિનિધિ મંડળે દિલ્‍હીમાં કરેલી રજૂઆત

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સકારાત્મક નિકાલની આપેલી ખાતરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: કેન્‍દ્રીય રોડ પરિવહન મંત્રાલય દ્વારા ટોલ ટેક્‍સમાં કરવામાં આવેલ વધારાના કારણે વલસાડના બગવાડા ટોલનાકા ખાતે વિશેષ કરીને સ્‍થાનિક લોકોને પડી રહેલી અગવડતા સંદર્ભે લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલને સ્‍થાનિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતોને પગલે સાંસદ શ્રી તેમજ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાની આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળ કેન્‍દ્રીય રોડ પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરીજીને દિલ્‍હી સ્‍થિત એમની કચેરીએ રૂબરૂ મુલાકાત કરી રજૂઆત કરવામાં આવી હતી જે સંદર્ભે કેન્‍દ્રીય મંત્રીશ્રી દ્વારા સકારાત્‍મક અભિગમ દાખવી આ પ્રશ્ને નિકાલ લાવવાની ખાતરી આપીહતી.
આ તબક્કે ડાંગ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાંવીત, ડાંગ જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી હરિરામભાઈ સાવંત, ધરમપુરના ધારાસભ્‍ય શ્રી અરવિંદભાઈ પટેલ, વલસાડના ધારાસભ્‍ય શ્રી ભરતભાઈ પટેલ હાજર રહ્યા હતા.

Related posts

પૂર્વ પ્રાથમિક શિક્ષણના અસરકારક અમલીકરણ માટે આંગણવાડી કેન્‍દ્રો અને પ્રાથમિક શાળા વચ્‍ચે ભાગીદારી વિકસાવવા નવરત પ્રયોગ

vartmanpravah

ગ્રામ પંચાયત ચૂંટણી દરમિયાન મતદાન મથકે અવર-જવર માટે વાહનોના ઉપયોગ ઉપર નિયંત્રણો

vartmanpravah

નાની દમણના સોમનાથ ખાતે ફોર્ચુન ડી.પી.નેનો-1 યુવા મિત્ર મંડળ દ્વારા આયોજીત નવરાત્રિ મહોત્‍સવમાં પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના અધ્‍યક્ષ હરિશભાઈ પટેલે પોતાની ધર્મપત્‍ની જિ.પં. સભ્‍ય રીનાબેન સાથે લીધેલો આરતીનો લ્‍હાવો

vartmanpravah

વાપી નાઝાબાઈ રોડ, મચ્‍છી માર્કેટ વોર્ડ નં.8 રોડના અધુરા કામ પુરા, યુવા કોંગ્રેસની પાલિકામાં રજૂઆત

vartmanpravah

વાપી રોફેલબીબીએ-બીસીએ કોલેજના પોફેસર નમ્રતા ખીલોચિયાને પીએચડી પદવી એનાયત

vartmanpravah

ધરમપુરમાં તમાકુ નિયંત્રણ સેલ દ્વારા દુકાનોમાં આકસ્‍મિક ચેકિંગ, 26 દદકાનદારો સામે દંડનીય કાર્યવાહી

vartmanpravah

Leave a Comment