October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જેસીઆઈ 2025 ના પ્રમુખ ચંદ્રેશ પુરોહિત અને ટીમનો પદગ્રહણ સમારોહ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: આજરોજ જેસીઆઈ ઓર્ગનાઈઝેશન દ્વારા વર્ષ 2025 માટે નવા નિમાયેલા 32માં પ્રમુખનો સ્‍થાપન સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સમારોહમાં ચીફ ગેસ્‍ટ તરીકે વાપીના બિઝનેસમેન શ્રી જીગરભાઈ પટેલ, માનનીય મહેમાન તરીકે વાપી છરવાડા ખાતે આવેલ ભારતી બા વિલા રિસોર્ટના ઓનર શ્રી હિંમતસિંહજી બાપુ, જેસીઆઈના જોન વાયસ પ્રેસિડેન્‍ટ શ્રી જેસી ભાવિન શાલુંકે, ઈન્‍ડકશન ઓફિસર તરીકે જેસી શ્રી ડોક્‍ટર પરીત ભટ્ટ, અને જેસીઆઈ લોકપ્રિય કી નોટ સ્‍પીકર જેસી શ્રી કમલેશભાઈ ઠક્કરને આમંત્રિત કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે વર્ષ 2025 માટેના નવા પ્રમુખ જેસી શ્રી ચંદ્રેશ પુરોહિત અને તેમની ટીમનાસભ્‍યો તેમજ જેજે વિંગના ચેરપર્સન જેજે અરનાઝ વણઝારા એ શપથ ગ્રહણ કર્યો હતો. નવા નિમાયેલા હોદ્દેદારોને શુભાકમનાઓ અને આશિર્વાદ આપવા માટે તેમના પરિવારના સભ્‍યો, મિત્રો અને જેસીઆઈના પૂર્વ પ્રમુખોએ પણ હાજરી આપી હતી. જે આ પ્રસંગને નવી ઊર્જા પ્રદાન કરી હતી. વર્ષ 2025 માટે જેસી શ્રી ચંદ્રેશ પુરોહિત, ચેરપર્સન જેજે અરનાઝ વણઝારા અને તેમની ટીમને નવી નિમણૂંક બદલ અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

વાપીના ગાંધીવાદી અગ્રણી પદ્મશ્રી ગફુરભાઈ બિલખીયાની ગુજરાત વિદ્યાપીઠમાં ટ્રસ્‍ટી તરીકે નિમણૂંક

vartmanpravah

રાજ્‍યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને વલસાડના પારડીના મોતીવાડામાં ગરીબ કલ્‍યાણ મેળો યોજાયો

vartmanpravah

સરીગામ પંચાયતે રૂ.15 લાખના ખર્ચે નિર્માણ થનારા વિકાસના કામોના કરેલા ખાતમુહૂર્ત

vartmanpravah

વલસાડના ગાડરીયામાં વિશ્વ હોમીયોપેથી દિવસની ઉજવણી, 2247 લાભાર્થીએ કેમ્‍પનો લાભ લીધો

vartmanpravah

દાનહમાં જાન્‍યુ. ફેબ્રુ.-2023માં તીરંદાજી સંઘ દ્વારા થનારૂં સ્‍પર્ધાનું આયોજનઃ વિવિધ પંચાયતોમાં તીરંદાજીના વર્ગોની થનારી શરૂઆત

vartmanpravah

દાનહઃ પ્રયોશા પ્રતિષ્ઠાન દ્વારા ધોરણ-10 બાદ પછી શું? સંદર્ભે માર્ગદર્શન સેમિનાર યોજાશે

vartmanpravah

Leave a Comment