October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ડુંગરા તળાવની બાજુમાં લગ્ન મંડળના ગોડાઉનમાં ભિષણ આગ લાગી : લગ્નમાં ફટાકડા ફોડતા લાગેલી આગ

રાજસ્‍થાન ભવનમાં લગ્ન સમારોહ યોજાયો હતો ત્‍યારે ઘટેલી ઘટના : લગ્નમાં ભાગદોડ મચી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વાપી ડુંગરા તળાવની બાજુમાં આવેલ એક લગ્ન મંડપના સામાનના ગોડાઉનમાં મંગળવારે રાત્રે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી.
આગના બનાવની વિગતો અનુસાર વાપી સેલવાસ રોડ રાજસ્‍થાન ભવનની નજીક ડુંગરા તળાવની પાસે એક મંડપ ડેકોરેશનનું ગોડાઉન આવેલું છે. મંગળવારે રાત્રે 10 વાગ્‍યાના સુમારે રાજસ્‍થાન ભવનમાં એક લગ્ન સમારોહ ચાલતો હતો તે દરમિયાન જાનૈયાઓએ ફટાકડા ફોડવા શરૂ કર્યા હતા. જેમાંએક ફટાકડો ઉડીને લગ્ન મંડપ (ડેકોરેશન)ના ગોડાઉનમાં પડતા આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્‍વરૂપ પકડી લીધું હતું. બાજુમાં ચાલી રહેલા લગ્ન સમારોહમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આગની જાણ બાદ ફાયર બ્રિગેડ ઘટના સ્‍થળે આપી આગ બુઝાવી દીધી હતી. બનાવમાં અન્‍ય કોઈ ઈજા કે જાનહાની થવા પામી નથી. પરંતુ જાનૈયાના ઉન્‍માદ અને આનંદ વચ્‍ચે બનેલા આગના બનાવે લગ્નનો આનંદનો રસ ઉડી ગયો હતો.

Related posts

ભીડભંજન મહાદેવ દેવાલય સ્‍થિત ભારદ્વાજ કુટિર ખાતે શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ દ્વારા યજ્ઞોપવિત્‌ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સોનિયા ગાંધીને ઈ.ડી.એ નોટીસ આપી અમદાવાદ બોલાવ્‍યાના વિરોધમાં: વલસાડ જિલ્લા કોંગ્રેસનું વિરોધ-ધરણાં પ્રદર્શન પોલીસ દ્વારા અટકાવાયું : કાર્યકરો ડિટેઈન કરાયા

vartmanpravah

વાપીમાં નાર્કોટિક્‍સના ગુનામાં ઝડપાયેલ એનસીબીએ સીલ કરેલ કંપનીમાં પ્રવેશ, પુરાવા સાથે ચેડા?

vartmanpravah

સુસ્‍વાગતમ્‌ – 2022 : ચાલો, નૂતન સંઘપ્રદેશના નિર્માણ માટે પથદર્શક બનીએ

vartmanpravah

સેલવાસની બદલાય રહેલી સિકલ અને સૂરત : ચોમાસા પહેલા ઘણા પ્રોજેક્‍ટો કાર્યાન્‍વિત થવાની કગાર ઉપર

vartmanpravah

વલસાડ-ડાંગ સાંસદ ધવલભાઈ પટેલે કુંભઘાટ પર થયેલ અકસ્‍માતના ઈજાગ્રસ્‍તો અને દેવસરની ફેક્‍ટરીમાં આગથી ઘાયલ કામદારોની વલસાડ સિવિલમાં મુલાકાત લીધી

vartmanpravah

Leave a Comment