(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.15 : ‘ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન (જીપીડીપી), સબકી યોજના, સબકા વિકાસ-2025-26′ અંતર્ગત આવતી કાલ તા.16મી ડિસેમ્બરના રોજ દમણવાડા ગ્રામ પંચાયતની ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગ્રામસભામાં 2025-26 દરમિયાન થનારા પ્રસ્તાવિત કામોની ચર્ચા-વિચારણાં પણ કરવામાં આવશે.
દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા 4 વર્ષમાં થયેલ વિકાસકામોના લેખાં-જોખાં પણ કરાશે. આ ગ્રામસભામાં ઉપસ્થિત રહેવા દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ ગ્રામજનોને ખાસ અપીલ કરી છે.