Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર ઢોલડુંગરીના ખેડૂતોની જગ્‍યાઓ સરકારી શીર પડતર તરીકેનો કરેલા ઉલ્લેખની નોટિસના વાંધા રજૂ કરાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: આજરોજ તા.16/12/2024 ના દિને નાની ઢોલડુંગરી ગામના ખેડૂતો સાથે વહીવટી તંત્રએ માલિકીની જગ્‍યામાં ખોટી રીતે સરકારી શીર પડતર તરીકેનો ઉલ્લેખ કરી દીધો હોય જે બાબતે આપેલ નોટિસનો વાંધો રજૂ કરવામાં આવ્‍યો અને જ્‍યાં સરકારી પી.એસ.સી બની રહ્યું હોય એનો કોઈને પણ વાંધો નથી પરંતુ બાકીની જે જગ્‍યા ખેડૂતોની છે એ ખેડૂતોને પરત આપવા માટેની રજૂઆત કરવામાં આવી હતી.
નાની ઢોલડુંગરી ગામે આવેલ ખેડૂતની જગ્‍યાનો જુનો સર્વે નંબર 184 જેમાં 22 જેટલા ભાગીદારોના નામ હોય 7/12 ની નકલમાં અને હાલે વહીવટી તંત્ર દ્વારા આખે આખો સર્વે નંબરને નવો સર્વે નંબર 153 સરકારી શીર પડતર કરી દેવામાં આવ્‍યો છે એ કેટલું યોગ્‍ય સામાન્‍ય જાતિનો દાખલો કાઢવાનો હોય ત્‍યારે પણ ત્રણ પેઢીના પુરાવા માંગવામાં આવે છે. ખેડૂત જ્‍યારે નવું મીટરનું કનેક્‍શન લેવા જાય છે ત્‍યારે પણ 7/12 માં રહેલ તમામ ખેડૂત ખાતેદારોનું સંમતિપત્ર માંગવામાં આવે છે પરંતુ આ જગ્‍યામાં હાલે પી.એચ.સી. બની રહ્યું હોય અને એપીએચસીનો 22 ખાતેદારોને કોઈ પણ વાંધો નથીપરંતુ એ જે પીએચસી સિવાયની બાકીની જગ્‍યા છે જે માલિકીની છે એ જગ્‍યામાં કોઈ એક વ્‍યક્‍તિની સંમતિ લઈને આખી જગ્‍યા લઈ લેવામાં આવે છે અને બાકીના 21 જણની એકની પણ સંમતિ લેવામાં આવતી નથી જેથી એ ખેડૂતોની પરમિશન વગર જગ્‍યા લઈ લેવામાં આવી છે જે પરત ખેડૂતોને આપી દેવા માટેની માંગણી કરવામાં આવી અને જ્‍યાં સુધી આ બાબતનો નિકાલ ન થાય ત્‍યાં સુધી વહીવટી તંત્ર દ્વારા એક પણ ખેડૂત ખાતેદારને હેરાન ન કરવામાં આવેની વાત કરવામાં આવી હતી.
જ્‍યાં જવાબ રજૂ કરતી વખતે નાની ઢોલડુંગરી ગામના ખેડૂત ખાતેદારો સાથે રજૂઆત કરવામાં આવી હતી.

Related posts

સાયલીમાં ‘સ્‍વચ્‍છતા હી સેવા’ પખવાડિયા અંતર્ગત સાફ-સફાઈ કરાઈ

vartmanpravah

દમણ પોલીસે દાભેલની એક દુકાનમાં પાડેલા દરોડામાં મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્‍થો બરામદ કરવા મળેલી સફળતા: ત્રણ આરોપીઓની ધરપકડઃ ગાંજા, ચરસ, હેરોઈન જેવા ડ્રગ્‍સનું દમણમાં વધી રહેલું દૂષણ

vartmanpravah

વલસાડ જિલ્લાની સરકારી કચેરીઓમાં અનઅધિકૃત વ્‍યક્‍તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા દીવમાં ‘‘સ્‍વંય શિક્ષક દિવસ”ની ધામધૂમથી કરવામાં આવી ઉજવણી

vartmanpravah

સેલવાસમાં આદિવાસી સમાજ દ્વારા ‘દિવાસા’ પર્વની ઉજવણી કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ અને ચિલ્‍ડ્રન યુનિવર્સિટી ગુજરાતના સંયુક્‍ત ઉપક્રમે આયોજીત સેલવાસમાં‘ કલામૃતમ્‌’ સમર કેમ્‍પનું બાળકોની ઉત્‍કૃષ્‍ટ કલા પ્રસ્‍તૂતિ સાથે કરાયેલું સમાપન

vartmanpravah

Leave a Comment